
આ સમારંભમાં મુખ્ય અતિથિ સુરતની પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર, NLP ટ્રેનર અને કન્ટેન્ટ ક્રિએટર વનિતા રાવત ઉપસ્થિત રહ્યા હતા. 100+ નૉમિનેશન્સમાંથી પસંદ કરાયેલી 8 સફળ મહિલાઓને સન્માનિત કરાયા, જેમાં ફૂડપ્રેનર ઑફ ધ યર માટે ભક્તિ પટેલ, એન્ટરટેઇનર ઑફ ધ યર માટે વૃતિકા સોલંકી, વુમનપ્રેનર ઑફ ધ યર માટે ગૌરી ભાવસાર, એન્વાયર્નમેન્ટ શિરો ઑફ ધ યર માટે મીનલ પટેલ, એક્સેલન્સ ઇન એજ્યુકેશન માટે પૂનમ ચૌહાણ, હોમપ્રેનર ઑફ ધ યર માટે નિરાલી દેસાઈ, આઇકન ઑફ ધ યર માટે ઇશાની ગંગર અને એક્સેલન્સ ઇન સ્પોર્ટ્સ માટે હિરલ પારેખ નો સમાવેશ થાય છે. આ અવસરે સ્ટાર્ટઅપ વાપી કમ્યુનિટી ના મેન્ટોર્સ જેમ કે કેદાર શુક્લા, જીગર દેસાઈ, પ્રિયા ડાકલે, પાર્થિવ મહેતા અને વાપી, દમણ અને સિલ્વાસા સહિતના અન્ય વિશિષ્ટ આમંત્રિતો ની ખાસ ઉપસ્થિતિ રહી.
આ ભવ્ય ઇવેન્ટનું આયોજન ફાઉન્ડર ક્રુષિત શાહ અને મેમ્બર્સ જીગર પટેલ, જોએલ જ્યોર્જ, ગુરપ્રીત કૌર, તૃપ્તિ અગ્રવાલ, નરેન્દ્ર ભાનુશાળી, રવિ શાહ, નીરવ જાની, ડો. શ્વેતા મહેતા, પ્રાચી શાહ, મનીષ જૈન અને હેતલ જુથાણી દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 120+ લોકો ઉપસ્થિત રહ્યા અને વુમન અચિવર્સને સન્માનિત કરવાથી મંચ ગૌરવાન્વિત બન્યો. સ્ટાર્ટઅપ વાપી કમ્યુનિટીએ એક વધુ મજબૂત પગલું ભરી નવું માઇલસ્ટોન હાંસલ કર્યું છે.