
કોડિનાર તાલુકાના ઘાટવડ ખાતેના ખાનગી માલીકીના જમીન નામે મસરીભાઇ ભાયાભાઈ બાંભણીયા, સુલેમાન વલી ચૈહાણ, ભાણાભાઈ ભીખાભાઇ સિંગડ અને નથુભાઇ રામભાઇ પરમાર તથા અન્ય દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટૉન ખનીજ ખનન કરવામાં આવેલું હોવાથી તે ખનીજ ચોરી કરેલ હોવાનુ માલૂમ પડ્યું હતું. જેની ખનીજ કિંમત 3.15.49 કરોડ, 3.27.24 કરોડ, 3.15.77 કરોડ અને 3.16.73 કરોડ આમ કુલ મળીને 3.75.23 કરોડની દંડની રકમ વસૂલવા બાબતે તંત્ર દ્વારા નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.