ધરમપુર: આજરોજ ડિબેટ પ્રાંત અધિકારી શ્રી ધરમપુર ના મારફત મહામાહિમ રાષ્ટ્રપતિશ્રી ભારત સરકારને ગૃહમંત્રી અમિત શાહે સંસદ ભવનમાં ડો. બાબા સાહેબ આંબેડકરજીનું જાહેરમાં અપમાન કરતા ગૃહમંત્રી પદેથી તાત્કાલીક રાજીનામું આપવા અને દેશવાસીઓની જાહેરમાં માફી માંગવા બાબતે આદિવાસી સમાજ ધરમપુર દ્વારા માગ કરવામાં આવી છે.Home દક્ષિણ ગુજરાત વલસાડ આંબેડકરજી વિષેના નિવેદનને લઈને અમિત શાહ દેશવાસીઓની જાહેરમાં માફી માંગવાની માંગ સાથે…દક્ષિણ ગુજરાતવલસાડ આંબેડકરજી વિષેના નિવેદનને લઈને અમિત શાહ દેશવાસીઓની જાહેરમાં માફી માંગવાની માંગ સાથે ધરમપુરમાં અપાયું આવેદનપત્રધ રમપુર : આજરોજ ડિબેટ પ્રાંત અધિકારી શ્રી ધરમપુર ના મારફત મહામાહિમ રાષ્ટ્રપતિશ્રી ભારત સરકારને ગૃહમંત્રી અમિત શાહે સંસદ ભવનમાં ડો. બાબા સાહેબ આંબેડકરજીનું જાહેરમાં અપમાન કરતા ગૃહમંત્રી પદેથી તાત્કાલીક રાજીનામું આપવા અને દેશવાસીઓની જાહેરમાં માફી માંગવા બાબતે આદિવાસી સમાજ ધરમપુર દ્વારા માગ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારતના સંસદ ભવનના ચાલુ ગૃહમાં ગૃહમંત્રી અમિત શાહે ડો. બાબા સાહેબનું વારંવાર આંબેડકર શબ્દો બોલી તોચડું વર્તન કરી ડો. આંબેડકર નામ આજકાલ ફેશન બની ગઈ છે. તેવા તુચ્છ શબ્દો ઉચ્ચારી ભારતના બંધારણના ધડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરનું હળાહળ અપમાન કરેલ છે. જેથી હમારી લાગણી દુભાણી છે. ડો. બાબા સાહેબ આંબેડકરનુ નામ ફેશન નહી ગૌરવ છે. અમિત શાહે સમજવુ જોઈએ કે હાલમાં તે તડીપાર નથી દુર્ભાગ્ય રીતે દેશના ગૃહ મંત્રી છે. ભારતીય સંવિધાના પિતાનું અપમાન કરનારે બંધારણીયા હોદા ઉપર રહેવાનો કોઈ જ અધિકાર નથી અને તેઓ ઈતિહાસ પણ જાણતા નથી કે “ડો. બાબા સાહેબ આંબેડકરે શા માટે રાજીનામું આપેલ.” હમો તેને ઈતિહાસ પણ ભણાવવા માંગીએ છીએ. અને અમિત શાહ જાણી લો… ડો. બાબા સાહેબ આંબેડકરે મંત્રીપદેથી રાજીનામુ એટલા માટે આપેલ કે ડો. બાબા સાહેબે જયારે હિન્દુ કોડ બીલ સંસદમાં રજુ કર્યુ ત્યારે તમારા પુર્વજોએ જેનો વિરોધ કરેલ અને મહિલાઓને હકોથી વંચિત કરવા નિર્થક પ્રયાસ કરેલ. અને તમારા પુર્વજોએ ડો. બાબા સાહેબ આંબેડકરના પુતળાનું દહન કરતા હતાં. તેથી ડો. બાબા સાહેબ નારાજ થયેલ અને જે બીલ જવાહરલાલ નહેરુએ ત્રણ ભાગમાં ૧૯૫૨ની પ્રથમ ચુંટણી જીત્યા બાદ પાસ કરેલ છે. જેના કારણે હિન્દુ મહિલાઓને તમામ પ્રકારના હકક મળી રહયા છે. અને ડો. બાબા સાહેબ આંબેડકરે બક્ષીપંચના કમીશનની નિમણુકની માંગ કરેલ જે પણ ખુબ જ મોડી સ્વીકારાતા બે મુદા તરત જ ન સ્વીકારવાના કારણે ડો. બાબા સાહેબ આંબેડકરે મંત્રી પદેથી રાજીનામું આપેલ.અને ડો.બાબા સાહેબ આંબેડકર હારી ગયા બાદ પણ તેમના જ્ઞાનનો લાભ દેશને મળે તે હેતુથી કોંગેસ ડો.બાબા સાહેબ આંબેડકરજીને સંસદમાં લઈ ગયેલા અને સંવિધાન આ દેશને ભેટ આપી ગયા જે સંવિધાનની બદોલત અમિત શાહ ગૃહ મંત્રીના હોદા ઉપર રહીને ડો.બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરે. તે ખુબ જ હિણપત ભરી માનસિકતા છે.અમિત શાહે તેના પુર્વજોના પાપો ધોવા જોઈએ કારણ કે આવા નીચી માનસિક ધરાવતા ઉચ્ચ કહેવાતા લોકો એજ દલીતો પિડીતો શોશીતો ઓબીસી,આદિવાસી અને મહિલાઓના અધિકારોનું હનન કરી એક માનવીને માનવી સમજેલ નહી.અને પશુવત અત્યાચાર આચરેલ આ પાપના કારણે આવા લોકોના પુર્વજોને સ્વર્ગ તો જ મળે પરંતુ નરકમાં પણ જગ્યા ન મળતા ભટકી રહયા છે. જેના મોક્ષ માટે આવા વંશજોએ તેના પુર્વજોના મોક્ષ માટે જાતિવાદી વિરોધી કાયદા બનાવી લોકોમાં સમાનતાની ભાવના લાવવા મનુવાદને ખતમ કરવો જોઈએ. અને ગૃહમંત્રી તાત્કાલીક રાજીનામુ આપે અને દેશની જાહેરમા માફી માંગે તેવી અમારી માંગ છે. અમિત શાહ રાજીનામું ન આપે તો પદપરથી હટાવવા ની માંગ કરવામાં આવી હતી.આ આવેદનપત્ર આપવા પ્રસંગે અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ, ધરમપુર આદિવાસી સમાજ પ્રમુખશ્રી યોગેશ ભાઇ ગરાસિયા, સમાજિક આગેવાન વિજય ભાઇ અટારા, એકતા પરિષદના સક્રિય કાર્યકર્તા અને સામાજિક આગેવાન કમલેશ પટેલ, સામાજિક આગેવાન અને સમસ્ત આદિવાસી સમજના પ્રમુખ ઉત્તમ ગરસીયા, તામસડી ગામના સામાજિક આગેવાન દેવું ભાઇ હાજર રહ્યા હતા.
2,514 2 minutes read