गुजरातताज़ा ख़बरेंसूरत

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા

તેર જુન સુધી વરસાદની આગાહી

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં રાત્રીના સમયે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. આજથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના ઓલપાડ, માંગરોળ તાલુકા અને વાંકલ વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર નાં પણ ઘણાં વિસ્તારોમાં વરસાદ પડયાના અહેવાલ સાંપડ્યા હતા. તારીખ તેર જુન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 30 થી 40 કિમી ની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

Show More
Back to top button
error: Content is protected !!