બ્રહ્માકુમારીઝ દ્વારા અનેક શહેરોમાં”ઘર બને મંદિર” કાર્યક્રમો યોજાયા.
સાસ બહુ ના સકારાત્મક સંબંધો વિષયે ચર્ચા થઈ.
વડીલો સાસુ વહુએ એકબીજાનું સન્માન કરી ઘરમાં શાંતિ સદભાવનું વાતાવરણ કરવા ઘર મંદિરની કલ્પના સાકાર કરવા સંગઠિત શપથ લીધા.
આબુ(ડીસા) તા – ૨૧ – ૫ – ૨૦૨૪
વર્તમાન સમયે ઘર પરિવારમાં આપશી સંબંધોમાં તિરાડો વધતી જોવા મળે છે માતા-પિતાથી વીખુટા થઈ સંતાનો પોતાના અલગ પરિવાર બનાવતા દેખાય છે અને અનેક કિસ્સાઓમાં પરિણામે વડીલોને વૃદ્ધાશ્રમનો આશરો લેવો પડે છે ત્યારે ઘરની લક્ષ્મી સાસુ વહુ દાદા દાદી પરિવારમાં એકબીજાનું સન્માન જાળવે તે હેતુથી બ્રહ્માકુમારીઝ દ્વારા દેશના અનેક સેવા કેન્દ્ર પર” ઘર બને મંદિર” કાર્યક્રમમાં ચાલુ કરેલ છે.
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર વિશ્વના ૧૪૦ દેશોના ૮૭૦૦ સેવા કેન્દ્ર પર ૬૦,૦૦૦ બ્રહ્માકુમારી એક ઘર મંદિરના રૂપમાં સર્વને પ્રેરણા આપી રહેલ છે ત્યારે મુંબઈ દિલ્હી-અમદાવાદ-મદ્રાસ-જયપુર સહિત અનેક સેવા કેન્દ્ર પર બ્રહ્માકુમારી બહેનોએ પરિવારોને આમંત્રિત કરી આપશી શાંતિ સમાધાન સકારાત્મક જીવન શૈલી સદભાવ જેવા ગુણો અપનાવી વડીલોની સેવા સાસુ વહુને આપશી સદભાવ યુક્ત વ્યવહાર રહે તે માટે એકબીજાને સન્માનિત કરી વડીલોની આરતી ઉતારી સંગઠિત શ્રેષ્ઠ વ્યવહારના શપથ લઇ ઘરને મંદિર બનાવવાના સંગઠિત શપથ લઈ ઈશ્વરીય જ્ઞાન રાજ યોગા ના અધ્યાત્મ સભ્ય જીવન દ્વારા પોતાના સકારાત્મક પરિવર્તનની દ્રઢતા કરેલ તથા માતા પિતાને ક્યારે પણ વૃદ્ધાશ્રમમાં ન મોકલવાના બ્રહ્માકુમારીઝ ના અનુરોધને અપનાવવા શપથ લઇ શ્રેષ્ઠ સમાજ રચનાની સ્થાપનામાં આગળ આવવા કાર્યક્રમો દ્વારા પ્રેરણા લીધેલ.
2,502 1 minute read











