
સ્માર્ટ મીટર થી કંટાળેલા લોકો પહોંચ્યા ફતેગંજ એમજીવીસીએલ ઓફિસ..
એમજીવીસીએલ ઓફિસમાં આજરોજ ફતેગંજ વિસ્તારમાં રહેતા રહીશોનું લાઈટ કનેક્શન કપાઈ જતા ગરમીમાં લોકો નો રોષ આસમાને પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે નવ નવ કલાકથી લાઇટ ના હોવાથી લોકો ભારે પરેશાન થયા હોઇ સ્માર્ટ મીટર હટાવવાની માંગણી કરી રોષ ઠાલવ્યો હતો. તદુપરાંત એમજીવીસીએલ ઓફિસમાં જ સ્માર્ટ મીટર લગાવેલા ન હોય રહીશો એ સવાલો નો મારો ચલાવ્યો હતો. જ્યારે એમજીવીસીએલ અધિકારી એ બેલેન્સ માઇનસ માં જતાં લાઇટ કનેક્શન કટ કર્યું હોવાનું જણાવી રિચાર્જ કરતાં જ ચાલુ થઈ જશેનું જણાવ્યું હતું.