બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ
પીડીયુ (જનાના) હોસ્પિટલમાં જન્મેલી દીકરીઓને વધામણા કીટ વિતરણ કરાઇ
રાજકોટ તા.૨૪ જાન્યુઆરી-
*રાષ્ટ્રીય બાલિકા દિવસ*-૨૪ જાન્યુઆરીના અવસરે મહિલા અને બાળ વિકાસ કચેરી, રાજકોટ દ્વારા જનાના હોસ્પિટલમાં જન્મેલી ૨૪ દીકરીઓને વધામણા કીટ વિતરણ કરી *બાલિકા દિવસ*ની ઉજવણી કરવામાં આવી હતી.
દીકરીઓના જન્મને વધાવવા, તેમને અધિકારો વિશે જાગૃત કરવા, દીકરીઓ શિક્ષિત બને અને અસામનતા દૂર કરવાના ઉદ્દેશ્યથી સરકાર દ્વારા *બેટી બચાવો, બેટી પઢાવો* અભિયાન ચલાવવામા આવે છે.
ત્યારે તા.૨૩ અને તા.૨૪ ના રોજ પીડીયુ હોસ્પિટલ (જનાના)માં જન્મેલી દીકરીઓના જન્મને વધાવવા મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા દીકરીઓની માતાને વધામણા કીટ આપી દીકરીઓના જન્મને વધાવવામા આવ્યા હતા.
*બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનના ૧૦ વર્ષ પૂરા થશે જેથી મહિલા અને બાળ વિકાસ દ્વારા તા.૨૨ જાન્યુઆરીથી તા.૮ માર્ચ દરમિયાન *દીકરી વધામણા કીટ વિતરણ કાર્યક્રમ* યોજાઇ રહ્યો છે.
જનાના હોસ્પિટલમાં આ કાર્યક્રમના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસના સ્ટાફ તેમજ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.