
જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોટડા સાંગાણી ખાતે યોજાશે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે થશે ધ્વજ વંદન
*રાજકોટ તા. ૨૪ જાન્યુઆરી -* ભારતના ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ રવિવારના રોજ સવારે ૯:૦૦ કલાકે ઠાકોરજી મુળવાજી વિનયન કોલેજ, અરડોઇ રોડ, કોટડા સાંગાણી ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે. જેમાં કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે તથા કાર્યક્રમમાં માર્ચ પાસ્ટ, ટેબ્લો પ્રદર્શન, વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન, વૃક્ષારોપણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે તેમ કલેકટર શ્રી પ્રભવ જોશીની યાદીમાં જણાવાયું છે.