સુરત, મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ ના અલીરાજપુર ની કુખ્યાત વાહન ચોર ચીખોડા ગેંગના મુખ્ય સૂત્રધાર અને સત્યાવીસ ગુનાના વોન્ટેડ દિનેશ મસાનીયાને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે મધ્યપ્રદેશ ના અલીરાજપુર ઉમરાલી બઝાર ખાતેથી દિનેશ ઉર્ફે દિનું કેમતા મસાનીયા ઉ. વ.30, ને ઝડપી પાડયો હતો. દિનેશની પૂછપરછ કરતાં પોતે તેના સાગરીત વિકાસ નાના ચોહાણ, જયરામ બામણીયા, મુકેશ ચૌહાણ, નરેશ કલેશ, નજરૂ તોમર સાથે મળીને છેલ્લા સાત આઠ વર્ષથી સુરત શહેર, ગ્રામ્ય તેમજ બીજા વિસ્તારોમાં સત્યાવીસ જેટલા વાહનોની ચોરી કરી હતી. દિનેશ આ ગુનામાં વોન્ટેડ હતો, જે તમામ ગુનાઓમાં પોતે વોન્ટેડ હોવાની તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.
2,514 Less than a minute