
એસ ઓ જી નાં પોલીસ ઇન્સ્પેક્ટર એ. પી. ચૌધરી ની સૂચનાથી પી એસ આઈ એ. પી. જેબલિયા તથા આર. એમ. સોલંકી ટીમના માણસો સાથે સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા ત્યારે મળેલી બાતમીના આધારે લસકાણા પાટિયા રાધે ડેરી પાસે પોલિસે ફિલ્મી ઢબે કાર આંતરીને તેમાં સવાર આરીફ મિંડી નાં પુત્ર મોહંમદ કૈઝર શેખ તથા તેના સાગરીતો આદિલ હુશેન શેખ અને નદીમહુસેન શેખ ઉર્ફે મંજરા ને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી એક પિસ્તલ તથા મોબાઈલ અને કાર સહીત કુલ 7.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.