
વરાછા પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ લિંબાયત માં આવેલા મારૂતિ નગરમાં રહેતા મોહંમદ સફિક ઉ. વ.૫૦ પરિવાર સાથે રહેતો હતો. શુક્રવારે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ મોહંમદ સફીક મોપેડ ઉપર તેનો મિત્ર રિયાઝ સાથે કિમ દરગાહ પર નમાઝ અદા કરવામાટે જઈ રહ્યા હતા. તે દરમિયાન વરાછા ખાંડબજાર પાસે ડંપર ચાલકે મોહંમદ સફીક ની મોપેડ ને અડફેટે લિઘિહતી. આ સર્જાયેલા અકસ્માતમાં મોહંમદ સાફિક નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તેમજ રિયાઝને ગંભીર ઈજા ઓ પહોંચી હતી. જેથી તેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે સમિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને લઈને લોકોના ટોળા એ ડમ્પર ચાલકને ઝડપી પાડયો હતો અને પોલીસ ને સોંપી દેવામાં આવ્યો હતો. બનાવને કારણે વરાછા પોલિસે ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.