Uncategorizedगुजरातताज़ा ख़बरें

પાટણ રાધનપુર રાધનપુર ખાતે રહેતા 6 પાકિસ્તાની નાગરિક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

પાટણ રાધનપુર 

રાધનપુર ખાતે રહેતા 6 પાકિસ્તાની નાગરિક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

સ્વ રોજગારની મંજૂરી ન લેતાં એસઓજી દ્વારા ફરિયાદ કરવામાં આવી

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે છેલ્લા 14 વર્ષથી ઘણા સમયથી વિઝા આધારે વસવાટ કરતા અને મોબાઈલ રિપેરિંગનો વ્યવસાય કરતાં પાકિસ્તાની નાગરિકો દ્વારા ભારત સરકાર સ્વ રોજગારની મંજૂરી લીધા વિના મોબાઈલ રિપેરિંગનો વ્યવસાય કરનાર સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા 6 પાકિસ્તાની નાગરિક સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાધનપુર મઘાપુરા રોડ પર આવેલ ક્રિષ્ના બંગ્લોઝ સોસાયટી ખાતે રહેતા પાકિસ્તાની નાગરિક 2008થી ઘણા સમયથી વિઝાના આધારે વસવાટ કરે છે.ત્યારે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમ દ્વારા સરકારી પંચોને સાથે રાખીને રાધનપુર ખાતે રહેતા ઘણા સમયથી વિઝાના આધારે રહેતા તેઓની વ્યવસાયની તપાસ કરતા તેઓ દ્વારા રાધનપુરમાં અલગ અલગ જગ્યા પર મોબાઈલ રિપેરિંગ તેમજ મોબાઈલ હેન્ડ સેટ, લેપટોપ સહિતની કામગરી કરતા હોય તેઓ દ્વારા ભારત સરકાર ગ્રહ મંત્રાલય ઓફિસમાંથી સ્વ રોજગારની વ્યવસાયની મંજૂરી લીધા વિના વ્યવસાય કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે રાધનપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Show More
Back to top button
error: Content is protected !!