गुजरातताज़ा ख़बरें

રાંદેર પોલીસે બે તસ્કરો ને પીછો કરી પકડી પાડ્યા

બે રીઠા ચોર ને ફક્ત પાંચ મિનિટ માં પકડતી રાંદેર પોલીસ

સુરત શહેર ના રાંદેર પોલીસે એક કિલોમીટર સુધી પીછો કરી બે તસ્કરો ને પકડી પાડ્યા બન્ને આરોપી રીઢા ગુનેગાર હોય કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળતા ની સાથે જ PCR વાન ત્યાં પહોંચી ગઇ હતી જેના આધારે પીએસઆઈ બી. એસ. પરમાર તેમજ પોલીસ સ્ટાફ ના માણસો એ મળી ને ઘર માલિક યોગેશ મિસ્ત્રી ને બનાવ અંગે પૂછતાં તેમની પત્નીએ જણાવ્યુ હતુ કે ઘરમા રસોડાની ગ્રીલ તોડી ચોર અંદર ઘૂસ્યા હતા નીચે તેમનો રૂમ બંધ કરી દેવામાં આવ્યો હતો જેથી તેમણે પુત્ર ને ફોન કરીને કોઈ ઘર માં ઘૂસ્યા હોવાનુ કહી બૂમાબૂમ કરવા કહ્યુ હતુ બૂમાબૂમ કરતા એક ચોકડી શર્ટ વાળો તથા બીજો મરૂન કલર નો શર્ટ પહેરેલો ચોર વગર ચંપલે હાથ માં કપડાંની થેલીઓ લઇ ભાગ્યા હતા આથી રાંદેર પોલીસે PCR વાન માં બન્ને આરોપીઓ ની શોધખોળ કરતા એકાદ કિલોમીટર ની અંદર આ બન્ને આરોપીઓ ને ૭.૭૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા તેમની પાસેથી ચોરી ના રોકડા રૂપિયા તથા ચાંદીના ઘરેણાં અને સિક્કાઓ મળી આવ્યા હતા પોલિસે આરોપી સિકંદર અખ્તર સૈયદ ઉ. વ.૪૦ અને શંકર તાનાજી જાદવ ઉ. વ.૪૦ ની ધરપકડ કરી હતી

Show More
Back to top button
error: Content is protected !!