સુરત શહેરના રેલ્વે સ્ટેશનમાંથી રૂ. ૨૫.૪૮ લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા યુવક-યુવતીની પૂછપરછના આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે કુલ રૂ.૩૫ લાખથી વધુનો એમડી ડ્રગ્સના જથ્થા સાથે કુલ ૭ આરોપીઓને ઝડપી પાડીને ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જે ગુનામાં સંડોવાયેલા વધુ ત્રણ ડ્રગ્સ માફિયાઓને સુરત શહેર ક્રાઈમ બાન્ચ પોલીસે ઝડપી પાડયા હતા. બે દિવસમાં ડ્રગ્સના કેસમાં ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર, ગત તા.૨૩મી જુનના રોજ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે સુરત રેલવે સ્ટેશનની બહાર વોચ ગોઠવી પોલીસે આરોપી (૧) રાબીયાબી અબ્દુલ રઝાક શેખ તથા (૨) સફિકખાન બાબુખાન પઠાણને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. જેની પુછપરછના આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ પાંચ જગ્યાએ દરોડા પાડીને કુલ રૂ.૩૫.૪૯ લાખનો ૩૫૪.૬૫૦ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે પાંચ આરોપીઓ મળી કુલ ૭ની ધરપકડ કરી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જયારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આ ગુનાઓમાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીઓ મોહંમદ મોહશીન ઉર્ફે બાટલી ફારુક શેખ તથા મોહંમદ સૈફ ઉર્ફે પઠાણ મોહંમદ સલીમ રૂપાલવાલા તેમજ યુસુફ ઉર્ફે યુસુફથોડા મીયામોહંમદ શેખ ઓના નામ ખુલતા તેને પકડવા માટે વર્કઆઉટમાં હતી. તે દરમિયાન સુરત શહેર કાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ આરોપીઓ પૈકી આરોપી મોહંમદ મોહશીન ઉર્ફે બાટલી ફારૂક શેખ (ઉ.વ.૩૩ રહે. સૈયદ અકબરઅલી મસ્જીદ એપાર્ટમેન્ટ, આંબાતલાવડી કાલીપુલ, સલાબતપુરા ) ને સલાબતપુરા આંબાવાડી કાશીરામ જગદીશનો ખાંચા પાસેથી ઝડપી પાડયો હતો. મોહંમદ મોહશીન તેના સહ આરોપી સૈફ ઉર્ફે પઠાણને ડ્રગ્સનું વેચાણ કરવા માટે મુખ્ય સૂત્રધાર આરોપી રાબિયાબી શેખ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો. રાબીયાબી શેખ પાસેથી આગાઉ પણ એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવીવેચાણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.આ ગુનામાં આરોપી સૈફ ઉર્ફે પઠાણનું નામ બહાર આવતા ક્રાઈમ બ્રાન્ચે આરોપી મોહંમદ સેફ ઉર્ફે પઠાણ મોહંમદ સલીમ રૂપાલવાલા (ઉ.વ.૨૧ રહે. નુરાની એપાર્ટમેન્ટ, સલાબતપુરા મૂળવતન મધ્યપ્રદેશ) ને અઠવા કાદરશાની નાળ સામેથી ઝડપી પાડયો હતો. મોહમદ સૈફ ઘણા સમયથી ડ્રગ્સનું છુટક વેચાણ કરવા આરોપી મોહંમદ મોહશીન શેખ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવતો હતો. ત્યારે ફરીવાર મો.સૈફએ મો. મોહશીનની પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો.આ ઉપરાંત ગતરોજ ઝડપાયેલ આરોપી અસ્ફાક મોહમદયુનુસ શેખ પાસેથી પકડાયેલ એમડી ડ્રગ્સનો જથ્થો તેના સસરા વોન્ટેડ આરોપી યુસુફ ઉર્ફે યુસુફઘોડાએ આપેલ હોવાનું બહાર આવ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચે આરોપી યુસુફ ઉર્ફે પુસુફથોડા મીયામોહંમદ શેખ (ઉ.વ.૫૫ રહે. નવીઓલી સગરામપુરા) ને ચોકબજાર ગાંધીબાગ પાછળના ડક્કા ઓવારાના ફૂલડ ગેટ પાસેથી ઝડપી પાડયો હતો. યુસુફ શેખ સહ આરોપી મોહમદ સૈફ રૂપાલવાલા પાસેથી ડ્રગ્સ મંગાવ્યો હતો.
2,531 1 minute read