गुजरात

કઠલાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ દ્વારા મિલ્ક ડે કાર્યક્રમ યોજવામાં આવ્યો

કઠલાલ તાલુકાની ઉત્તમ ગણાતી એવી કઠલાલ દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર ના અધ્યક્ષ સ્થાને મિલ્ક ડે નો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે ડિરેક્ટર બોર્ડના સભ્ય ઘેલાભાઈ ઝાલા તેમજ ડેરીના નિમાયેલા સરકારી પ્રતિનિધિ જયેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પધારેલા મહાનુભાવો એ ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન કઈ રીતે મેળવવું તેમજ અમુલ ડેરી દ્વારા વર્ષો વર્ષ કરવામાં આવેલ પ્રગતિનો ચિતાર સૌને સમજાવ્યો હતો આ પ્રસંગે પધારેલા સૌ સભાસદ ભાઈઓ બહેનોને સીડી વિભાગના ઇન્ચાર્જ યોગેશભાઈ પટેલ દ્વારા દૂધ મંડળીમાં તાજુ દૂધ અને સ્વચ્છ ઓછા બેક્ટેરિયા વાળું દૂધ મંડળીમાં ભરવામાં આવે તે અંગેની વિસ્તૃત માહિતી તેઓએ પૂરી પાડી હતી
આમ કઠલાલમાં ઉજવાયેલ મિલ્ક ડે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડેરીના સેક્રેટરી શૈલેષભાઈ પટેલ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું

Show More
Back to top button
error: Content is protected !!