अमरेलीगुजरात

ચલાલા પોલીસ સ્ટેશનમાં PSI શ્રી પી.ડી.ગોહિલ સાહેબની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો.

અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશનમાં PSI શ્રી પી.ડી.ગોહિલ સાહેબની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો.

ચલાલા પોલીસ સ્ટેશનમાં PSI શ્રી પી.ડી.ગોહિલ સાહેબની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો.

સાથે સાથે જાંબાઝ નવનિયુક્ત PSI ગળચર ને આવકારવામાં આવ્યા.

ચલાલા પોલીસ સ્ટેશનના બાહોશ નીડર કર્મનિષઠ અને નિષ્ઠાવાન અને ચલાલા પંથકમા અસમાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવા માટે સફળતા મેળવેલ તેવા સન્માનનિય PSI શ્રી પી.ડી.ગોહિલ સાહેબની બદલી થતા.ચલાલા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈશ્રી ગોહિલ. સાહેબનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો,

અને નવનિયુક્ત જાંબાજ પી.એસ.આઈ.આર. આર. ગળચર સાહેબને આવકાર આપી સન્માન કરવામાં આવ્યું.આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત ચલાલા વિવિધ સંસ્થાઓ, ચેમ્બરઓફ કોમર્સ,મહિલા અગ્રણી કોકિલાબેન કાકડીયા, તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ,સામાજિક કાર્યકરો,સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા વિદાય આપી હતી. વ્યવસ્થાની સ્થિતી સારી રીતે જળવાય રહે તે માટે આવા કડક અને નિષ્ઠાવાન અધીકારી ચલાલામા હોવા જરૃરી હોવાથી સન્માનનિય PSI ની ભાવભરી વિદાય આપી હતી PSI શહેર ના તમામ સામાજીક કાર્યકરો અને આગેવાનોની રજુઆત સાંભળતા.સમજતા.અને સન્માન આપતા એવા કોઠાસુજ ધરાવતા PSI ગોહિલની બદલી સાવરકુંડલા ખાતે કરવામાં આવી.અને ચલાલા પોલીસ સ્ટેશનમાં PSI આર.આર.ગળચર સાહેબે સ્વાગત સન્માન સાથે ચાર્જ સાંભળ્યો હતો.

 

અમરેલી, ગુજરાત થી વનરાજ ડામોર ની ખાસ રિપોર્ટ વંદે ભારત લાઈવ ટીવી ન્યૂઝ.

 

Show More
Back to top button
error: Content is protected !!