કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના ખેડા જિલ્લાના ૬ વિધાનસભા ક્ષેત્રમાં યોજાશે. જેમાં ૧૧૫ – માતર વિધાનસભામા શ્રી એન.સી.પરીખ સર્વોદય વિનય મંદિરના મેદાન ખાતે, ૧૧૬ – નડિયાદ વિધાનસભા ક્ષેત્રમાં નવુ સ્વામીનારાયણ મંદિર, ૧૧૭ – મહેમદાવાદ વિધાનસભામાં ખાત્રજ ખાતે સ્વામીનારાયણ મંદિર, ૧૧૮ – મહુધા વિધાનસભા ક્ષેત્રમાં હેરંજ પ્રાથમિક શાળાના મેદાન ખાતે, ૧૧૯ – ઠાસરા વિધાનસભા ક્ષેત્રામાં શ્રી રામ પાર્ટી પ્લોટ, તેમજ ૧૨૦- કપડવંજ ખાતે જુના એ.પી.એમ.સી માર્કેટમાં આ કાર્યક્રમ યોજાશે.
કાર્યક્રમની રૂપરેખા જણાવતા કલેકટરશ્રી યાદવે જણાવ્યુ કે, આ કાર્યક્રમ ખેડા જિલ્લામાં ૧૦મી ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં યોજાશે. જેમાં અંદજિત ૩૦,૦૦૦ લોકો જિલ્લાના અનેક કાર્યક્રમોના સ્થળે ઉપસ્થિત રહેશે. વધુમાં કલેકટરશ્રીએ જણાવ્યુ કે,પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ અને શહેરી યોજનાના લાભાર્થીઓ અને નાગરિકોને કોઇ મુશ્કેલી ન રહે તે બધા નોડલ અધિકારીઓની પ્રાથમિક જવાબદારી છે. સાથોસાથશ્રી યાદવે જિલ્લામાં કાર્યક્રમના સ્થળે પાર્કિંગની વ્યવસ્થા, અને પોલિસ બંદોબસ્ત વિષે માહિતી મેળવી હતી. તેમજ કાર્યક્રમના સ્થળે ફાયર સેફ્ટી અને આરોગ્ય કેમ્પની વ્યવસ્થા કરવા અધિકારીઓને જણાવ્યુ હતુ.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી.વસાવા, અધિક નિવાસી કલેકટરશ્રી ભરતભાઇ જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી લલિત પટેલ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હ્તા.
0000000