રાજુલા વન વિભાગની પ્રસનીય કામગીરી: પીપાવાવ રેલવે ટ્રેક પરથી બે સિંહોને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યાં…..
રાજુલાના પીપાવાવ પાર્ટ રેલ્વે ટ્રેક પર સિંહો આવી ચડયા હોવાની ઘટના સામે આવી છે. જયારે આ અગાઉ પણ થોડા દિવસ પહેલા રેલ્વે ટ્રેક પર છ સિંહો આવ્યા હતાં જોકે વન વિભાગના રેલ્વે સેવકે સિંહોને સુરક્ષિત જગ્યાએ ખસેડી સરાહનીય કામગીરી કરાઇ હતી. ત્યારબાદ ફરી પીપાવાવ રેલ્વે ટ્રેક પર સ્ટોન નંબર 16/4 પાસેથી વન્યપ્રાણી સિંહ ફેન્સીંગ કૂદીને રેલ્વે ટ્રેક ઉપર આવી ચડયો હતો. જોકે રેલ્વે સેવક દ્વારા વન્યપ્રાણીની પાછળ ગયેલ અને આગળના પોઇન્ટના રેલ્વે સેવકને ફોન કરીને તાત્કાલિક ફેન્સિંગના ગેઇટ ખોલવા સૂચના આપેલ હોય જે બાદ વન્યપ્રાણીને સ્ટોન નંબર 18/0 ઘોઘમ પુલ પાસે આવેલ દરવાજા ખોલાવી પુલ પાસેથી સફળતાપૂર્વક સુરક્ષિત રીતે બહાર કાઢેલ હતાં. બીજી તરફ આજ રીતે અન્ય એક સિંહેને સ્ટોન નંબર 21/2 થી 21/3 વચ્ચે ધાતરવડી નદીની બાજુમાં આવેલ હોય અને 47 નંબરનુ નાળુ ક્રોસ કરેલ છે. જેને રેલ્વે ટ્રેકથી દુર ટોરેન્ટ વિસ્તાર બાજુ વન વિભાગ સ્ટાફ દ્વારા સુરક્ષિત રીતે ખસેડવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરીમાં પાલીતાણા શેત્રુજી ડિવીઝન ડી.સી.એફ જયંન પટેલની માર્ગદર્શન મુજબ રાજુલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાય.એમ.રાઠોડની સુચના મુજબ વનપાલ અને રેલવે સેવકોના આઈ.વી.ગોહિલ,ભોળાભાઈ, ભાવેશભાઇ,પથુભાઈ,મહેન્દ્રભાઈ, રામભાઇ, સુરેશભાઈ, ભીમભાઇ, આલકુભાઇ સહિતના દ્વારા સિંહોનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરવામા આવી છે…..