જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામ પાસે ગઈકાલે એક કાર અને બુલેટ મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને બુલેટ ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં કાર ચાલકે ઈરાદાપૂર્વક બુલેટ ચાલકને કચડી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું તેમજ, પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પોતાના પ્રેમી મારફતે પતિનું કાસળ કઢાવી નાખ્યાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે પતિની હત્યા અંગે પત્ની અને પ્રેમી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.ચોંકવનારી આ ઘટનાની વિગતો એવી છે, કે મૂળ કાલાવડ તાલુકાના પીઠડીયા ગામના વતની અને હાલ જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા રવિ ધીરજલાલ મારકણા નામનો 30 વર્ષનો યુવાન ગઈકાલે સાંજે છ વાગ્યાના અરસામાં પોતાનું જીજે 27 ડી.જે 9310 નંબરનું બુલેટ મોટર સાયકલ લઈને કાલાવડથી જામનગર તરફ આવી રહ્યો હતો. જે દરમિયાન આશરે છ વાગ્યાના અરસામાં તેની પાછળ આવી રહેલી જી.જે.20 એ.ક્યુ. 8262 નંબરની થાર જીપના ચાલકે તેઓને ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો, અને તેમાં બુલેટ ચાલક રવિ મારકણાનું ગંભીર ઇજા થયા બાદ મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. સૌપ્રથમ પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરતાં આ અકસ્માતના બનાવમાં શંકા લાગતી હતી, અને બુલેટ ચાલક યુવાનને ઢસડ્યો હોવાના નિશાનો પણ જોવા મળ્યા હતા.તેથી સમગ્ર બનાવમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને કારના ચાલક અક્ષય છગનભાઇ ડાંગરિયાને શોધી લેવાયો હતો, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઇ રહી હતી. મોડેથી પોલીસને સમગ્ર પ્રકરણમાં આ બનાવ અકસ્માતનો નહીં, પરંતુ હત્યાનો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અને કારચાલક અક્ષય ડાંગરિયાએ આ હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.પોતે મૃતક રવિની પત્ની રીંકલ સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ ચલાવી રહ્યો હોવાનું કબૂલી લીધું હતું, તેમાં પત્ની રીંકલે જ પતિ રવિ મારકણા બુલેટ લઈને નીકળે છે, તે પ્રકારનું લોકેશન આપ્યું હતું, અને જેના લોકેશન અને પૂર્વયોજિત કાવતરાના આધારે ગઈકાલે સાંજે તેની હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું હતું. અને આરોપી અક્ષય ગઈકાલે સાંજે કાલાવડથી જામનગર તરફના માર્ગે બુલેટનો પીછો કરીને વિજરખી પાસે મોકો ગોતી હત્યા કરી નાખ્યાનું ષડયંત્ર બહાર આવ્યું છે. જેની આરોપી દ્વારા કબુલાત પણ કરી લેવાઇ છે, અને મૃતકની પત્ની રીંકલ તેમાં સામેલ હોવાનું પણ જણાવી દીધું હતું.
જેથી આ સમગ્ર બનાવમાં પોલીસે કાર કબ્જે કરી લીધી છે, તેમજ મૃતક રવિના પિતા ધીરજલાલ મારકણાની ફરિયાદના આધારે આરોપી અક્ષય ડાંગરિયા અને મૃતક રવિની પત્ની રીંકલ સામે હવત્યા અંગેનો ગુનો નોંધી લીધો છે, અને સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી કે જેણે પ્રેમમાં અંધ બની ગયા બાદ પોતાની પત્નીને છૂટાછેડા પણ આપી દીધા હોવાનું સામે આવ્યું છે. રીંકલના પ્રેમ સંબંધના કારણે પત્ની સાથે અવારનવાર ઝઘડા બાદ છુટાછેડા અપાયા હતા.
गोबर खाद घोटाला : लेखापाल के बाद अब तत्कालीन रेंजर भी निलंबित
6 hours ago
बड़ोद (आगर) 26 मई विद्यालय के छात्र का भारतीय सेना अग्निवीर भर्ती परीक्षा 2026 में चयन
11 hours ago
*सिंधी सेवा मंडली का बिदाई समारोह और पदभार ग्रहण समारोह संपन्न*
14 hours ago
खंडवा पुलिस द्वारा अगामी त्यौहार मे शांति व्यवस्था बनाये रखने हेतु सार्वजनिक स्थान, ढाबा एवं आहाते की सघन चेकिंग कर की गई 30 व्यक्ति के विरुद्ध कार्यवाही
18 hours ago
एमपी लॉकर ऐप: नागरिक सेवाओं का सुगम माध्यम
18 hours ago
जिला अस्पताल खंडवा में पहली बार सफल ब्रोंकोस्कोपी जांच की गई
18 hours ago
“साइबर तहसील 2.0” से नामांतरण प्रक्रिया हुई डिजिटल, पारदर्शी और सरल
18 hours ago
मोतियाबिंद के 10 मरीजों को निःशुल्क सर्जरी के लिए इंदौर भेजा
19 hours ago
कलेक्टर श्री गुप्ता ने ठोस अपशिष्ट प्रबंधन के संबंध में दिए निर्देश
19 hours ago
कलेक्टर श्री गुप्ता ने जनसुनवाई में नागरिकों की समस्याओं के निराकरण के दिए निर्देश