
સુરત, મંગળવાર
સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા અને રાષ્ટ્રીયકૃત બેકર્મોથી સિનિયર મેનેજર તરીકે નિવૃત્ત થયેલા ૬૭ વર્ષીય વૃદ્ધને તમારા ઉપર મની લોન્ડરીંગનો રૂ.૬.૮૯ કરોડનો કેસ છે, તમે સીનીયર સીટીઝન છો એટલે ડીજીટલ એરેસ્ટ કરીએ છીએ કહી ટેલિકોમ, દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ અને તમારા ઉપર મની લોન્ડરીંગનો સીનીયર સીટીઝન છો એટલે
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો, બાદમાં વાત કરાવી હતી.
મુજબ સુરતના ઘોડદોડ રોડ ખાતે હાલ રહેતા ૬૭ વર્ષીય રાકેશભાઈ ( નામ બદલ્યું છે ) અગાઉ રાષ્ટ્રીયકૃત બેકમાં નોકરી કરતા હતા અને સિનિયર મેનેજર તરીકે નિવૃત્ત થયા હતા. ગત ૧૧ જાન્યુઆરીની સવારે અજાણ્યા નંબર પરથી એક ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાની ઓળખ દિલ્હી સ્થિત ટેલિકોલ ડિપાર્ટમેન્ટની હેડ ઓફિસના કર્મચારી રાહુલ શર્મા તરીકે આપી હતી. તમારા આ મોબાઈલ નંબર ઉપર ઘણી ફરિયાદ થઈ છે અને નંબર બંધ નહીં કરવા તમારે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ પાસેથી એનઓસી લેવું પડશે તેમ કહી તેણે દિલ્હી ક્રાઈમ બ્રાંચના સિનિયર ઓફિસર પ્રધાન રાજેશ, આઇપીએસ ઓફિસર સુનિલ ગૌતમ અને સીબીઆઈ ઓફિસર પ્રદિપસિંહજી સાથે
તમામે તમારા પર મની લોન્ડરિંગનો રૂ.૬.૮૯ કરોડનો કેસ છે, તમને કસ્ટડીમાં લેવા પડશે, પરંતુ તમે સિનિયર સિટીઝન છો એટલે ડિજિટલ કસ્ટડીમાં લેવામાં આવે છે તેવું કહીં તેમને ગભરાવીને વ્હોટ્સએપ ઉપર સીબીઆઈ કેસનો લેટર પણ મોકલ્યો હતો. આ કેસમાં આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજર સંદિપકુમારની પણ ધરપકડ થઈ છે અને તેમણે જજની રૂબરૂમાં તમારું નામ આપ્યું છે, તમારા આધારકાર્ડનો ગુનામાં ઉપયોગ થયો છે અને બદલામાં રૂ.૬૮ લાખ તમને મળ્યા છે તેમ કહી બેંકની તમામ વિગતો મેળવી બેંક ડેટાની તપાસ કરી એકપણ રૂપિયો ખોટો નીકળશે તો કાયદેસરની કાર્યવાહી કરી દિલ્હી ખાતે ધરપકડ કરવામાં આવશે એવું કહીં તમામ
સીબીઆઈના નામે ગભરાવી ૪૮ દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરી સાયબર માફીયાઓએ રૂ.૧.૦૫ કરોડ પડાવ્યા હતા.આરબીઆઈમાંથી ડીજીટલ એરેસ્ટની જાગૃતિ અંગેનો મેસેજ આવતા પોતે ભોગ બન્યાની જાણ થતા વૃદ્ધે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નં. ૧૯૩૦ પર જાણ કરતા સુરત સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રૂ.૬.૮૯ કરોડનો કેસ છે, તમે ડિજિટલ એરેસ્ટ કરીએ છીએ
બેન્ક એકાઉન્ટમાંથી પૈસા આરબીઆઈના ખાતામાં ટ્રાન્સફર કર્યા બાદ જો તમે તપાસમાં નિર્દોષ હશો તો સુપ્રિમ કોર્ટના જજ ક્લિનચીટ આપે એટલે આરબીઆઇ ૪૮ કલાકમાં જ તમારી બધી રકમ પરત કરી દેશે તેમ કહ્યું હતું.
આથી રાકેશભાઈએ પોતાની તમામ મૂડી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી.એટલું જ નહીં વિડીયો કોલ ચાલુ રખાવી તેમને ભરૂચ મોકલી ત્યાંથી પણ બેન્કમાંથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. કુલ રૂ૧.૦૧ કરોડ ટ્રાન્સફર કરાવી તેમને વ્હોટ્સએપ ઉપર આરબીઆઈ ના ચીફ જનરલ મેનેજરના ખોટી સહિ-સિક્કાવાળો ફાયનાન્સિયલ ટ્રાન્જેક્શન કમિટી ઓર્ડર મોકલ્યો હતો, ત્યાર બાદ ટ્રાન્સફર કરેલા નાણાં પરત આપવા કોર્ટમાં કોન્ફીશીયાલીટી બોન્ડ પેટે રૂ.૪ લાખ ફેડરલ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.જોકે, તે સમયગાળામાં જ આરબીઆઈમાંથી ડીજીટલ એરેસ્ટની જાગૃતિ અંગેનો મેસેજ આવતા પોતે ભોગ બન્યાની જાણ થઈ હતી.સાયબર માફિયાઓએ તેમને ૪૮ દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરી રૂ.૧.૦૫ કરોડ પડાવી લીધાની ફરિયાદ તેમણે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નં.૧૯૩૦ પર જાણ કરતા સુરત સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.