ताज़ा ख़बरें

જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં માર્ગ સલામતિ અંગે બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રીએ માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરી વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યાં હતાં.

 

કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે માર્ચ માસની રોડ સેફ્ટી અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાંથી પસાર થતા વિવિધ માર્ગો પર અકસ્માત નિવારણ માટેના પગલા લેવા જેવી બાબતો અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.

 

કલેક્ટરશ્રીએ જિલ્લામાં થયેલા વિવિધ અકસ્માતો વિશે, માનવીય ભૂલના કારણે થયેલા અકસ્માતો, અકસ્માતના સંભવિત કારણો સહિત અકસ્માતની માહિતી મેળવી અને સુપાસી પાસેની ચોકડી પર બ્લેકસ્પોટ તેમજ વેરાવળ શહેરમાં પ્રવેશતાં જ નમસ્તે સર્કલ પાસે રોડ એન્જિનિયરિંગ વગેરે બાબતો

 

વિશે ચર્ચા કરી હતી. જીલ્લા વહીવટી તત્ર, ગીર સોમનાથ

Show More
Back to top button
error: Content is protected !!