ताज़ा ख़बरें

દમણગંગા યોજના હેઠળ કપરાડા તાલુકાની નાની પલસાણ નદી પર થયું છે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ચેકડેમનુ ખાર્તમુહર્ત

કપરાડા: ગુજરાતમાં વલસાડ જીલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ પડતો હોવા છતાં લોકોની પીવાના પાણી સમસ્યાની બૂમો સંભળાઈ ત્યારે આજે દમણગંગા યોજના હેઠળ કપરાડા તાલુકામાં આવેલ નાની પલસાણ ખાતે મોટા ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું.ઉલ્લેખનીય છે કે કપરાડા તાલુકામાં પીવાના પાણીને લઈને ઉનાળામાં ખૂબ જ અછત ઊભી થાય છે ત્યારે કપરાડા તાલુકામાં દમણગગાં યોજના હેઠળ નાની પલસાન ખાતે ચેકડેમનું સ્થાનિક ધારાસભ્યના હસ્તે ખાર્તમુહર્ત કરવામાં આવ્યું છે. આ ચેકડેમના નિર્માણ થકી ખેડૂતોને ખેતરોમાં નવા પાક લેવા માટે સુવિધા મળશે અને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે તેમજ ગામડામાં દરેક વ્યક્તિને પાણીની અછત નહિ સર્જાય.કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હીરાબેન માહલા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ ગાંવિત, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ અધિકારીશ્રીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!