સરથાણા પોલીસ નાં જણાવ્યાં અનુસાર નાના વરાછા સ્થિત હરેકૃષ્ણ સોસાયટી મા રહેતો સાગર ચોવટીયા મૂળ અમરેલી જિલ્લાના તરક્તળાવ ગામનાં વતની છે. તેઓ ઘર પાસે સાડીનો વેપાર કરીને પરિવારજનોનું ભરણપોષણ કરે છે. પરિવારમાં તેમની પત્ની રૂતા ઉ. વ.27. ઉપરાંત સંતાન છે. છ વર્ષ પહેલાં સાગરના લગ્ન ઋતા સાથે થયા હતા. સાગર ઘર પાસે જ સાડીનો વેપાર કરતો હોવાથી પત્ની ઋતાં પણ તેને મદદ કરતી હતી તેર જુન નાં રોજ બપોરે ઘરે રુતા એ ઝેર પી લીધું હતું. સાગર ને ખબર પડતાં રૂતાં ને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. ગતરોજ બપોરે સારવાર દરમિયાન ઋતાનું મોત નિપજ્યું હતું. તપાસ દરમિયાન સરથાણા પોલીસને જાણવા મળ્યું કે સાગર અને ૠતા વચ્ચે નાની નાની વાતોમાં તથા ધંધા બાબતે ઝઘડાઓ થતા હતાં. જે ઝઘડાથી કંટાળીને ઋતાએ આત્મહત્યા કરી લીધી હતી.
2,503 1 minute read