Lok Sabha Chunav 2024Uncategorizedअन्य खबरेताज़ा ख़बरें

રાજુલામાં ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણીનો અભિવાદન સમારોહ કાર્યક્રમ યોજાશે

રાજુલામાં દિલીપભાઇ સંઘાણીનો અભિવાદન સમારોહ યોજાશે

રાજુલામાં ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણીનો અભિવાદન સમારોહ કાર્યક્રમ યોજાશે..

અમરેલી જીલ્લાના પનોતા પુત્ર દિલિપભાઇ સંઘાણી જેઓ દેશની સૌથી મોટી સહકારી મંડળીના ઇફકોના બીજી વખત ચેરમેન બનવા બદલ રાજુલામાં દિલીપભાઇ સંઘાણીનો અભિવાદન સમારોહ યોજાશે . રાજુલા શહેરના જાફરાબાદ રોડ પર આવેલ હોટલ લાયન લોડ્સ ઇન ખાતે તારીખ ૧૨ જૂનના રોજ બુધવારે સાંજે ૬ કલાકે અભિવાદન સમારોહ તથા ગ્રામ ઉત્થાન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ છે. આ અભિવાદન સમારોહ કાર્યક્રમમાં દિલીપભાઇ સંધાણી ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમમાં પધારેલા માટે મનુભાઇ દડુભાઇ ધાખડા(વડલી) ડિરેક્ટર માર્કેટીંગ યાર્ડ રાજુલા તથા સંજયભાઇ જસુભાઇ ધાખડા(પૂર્વ નગરપાલિકા પ્રમુખ), મહેન્દ્રભાઇ ધાખડા સહિત ટીમ સહકાર-રાજુલા દ્વારા આ કાર્યક્રમમા પધારવા માટે ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

Show More
Back to top button
error: Content is protected !!