સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોત ની સૂચના અનુસાર ટ્રાફિક શાખાના જેસીપી અને ડીસીપી ના માર્ગદર્શન હેઠળ આજરોજ તારિખ 10મી મે નારોજ અધિકારીઓએ માઇક થી ટ્રાફિકના નિયમોનું અનાઉન્સ કરી વાહન ચાલકો ને જાગૃત કરાયા હતા. સાથે સાથે આડેધડ વાહન પાર્કિંગ કરનારા 392 વાહનોને એકજ દિવસમાં લોકીંગ કરાયા હતા. હાલમાં ટ્રાફિક સિગ્નલ ઉપર વાહનો ચલાવવા માટે ટ્રાયલ એન્ડ એરર ની પણ કામગીરી ચાલી રહી છે. જેથી શહેરના લોકો ટ્રાફિક સિગ્નલ મૂજબ વાહન ચલાવવાની આદત પાડશો તો અકસ્માતોના બનાવોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થશે અને પોલીસ નુ સંખ્યા બળ પણ ઓછુ વપરાશે તેવું ટ્રાફિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા તો સારી એવી કામ ગીરી થઈ રહી હોય તેવું લાગે છે પરંતુ આ કાર્યમાં જનતાએ પણ સાથ સહકાર આપવો જોઈએ.
2,503 Less than a minute