Uncategorizedक्राइमगुजरातताज़ा ख़बरें

વિદેશી દારૂ – બીયર નો .રૂ.૩૩,૬૯૩ ના મુદ્દામાલ સાથે બુટલેગર ને ઝડપી લેતી રાધનપુર પોલીસ..

વિદેશી દારૂ – બીયર નો 

.રૂ.૩૩,૬૯૩ ના મુદ્દામાલ સાથે બુટલેગર ને ઝડપી લેતી રાધનપુર પોલીસ..

પાટણ તા. ૨૩

રાધનપુર પોલીસ ટીમે બાતમીના આધારે રાધનપુર ની શાતિકુજ સોસાયટી ના પાછળના ભાગે ઓચિતી રેડ કરી વિદેશી દારૂ બીયર નો રૂ. ૩૩,૬૯૩ ના જથ્થા સાથે બુટલેગર ને ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

બનાવની પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.

રવિન્દ્ર પટેલ નાઓની સુચના તેમજ ના. પો. અધિ. ડી.ડી.ચૌધરી

રાધનપુર વિભાગનાઓના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં તાજેતરમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચુંટણી અન્વયે દારૂ જુગારની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર વોચ-તપાસ સંબધિત સુચના આધારે રાધનપુર પીઆઈ એમ.કે.ચૌધરી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાધનપુર ની શાંતિકુજ સોસાયટીની પાછળ આવેલ સરદારપુરા ગામના ખેતેરોમા દિનેશભાઇ મનજીભાઇ નિરાશ્રિત ઠાકોર નામનો ઈસમ પોતાના ખેતરમા આવેલ ઘરે ભારતીય બનાવટની વિદેશી દારૂ બીયરની અલગ અલગ બ્રાન્ડનો જથ્થો ઉતારેલ છે જે બાતમી આધારે રાધનપુર પોલીસ ટીમે ઓચિતી રેડ કરતા દારૂ તથા બીયર મળી કુલ બોટલ-ટીન નં ૨૨૪ કુલ કિ.રૂ.૩૩,૬૯૩/- નો મળી આવતા પોલીસે મુદામાલ હસ્તગત કરી રાધનપુર પો.સ્ટે પ્રોહી એક્ટ મુજબ ગુનો દિનેશભાઇ મનજીભાઇ નિરાશ્રિત ઠાકોર રહે-રાધનપુર તા-રાધનપુર જી-પાટણ વાળા સામે નોધી આગળ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Show More
Back to top button
error: Content is protected !!