પાટણ જિલ્લાના
ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામની સગીરાનું રાત્રે અપહરણ કરનાર બંને શખ્સો પોલીસે ઝડપ્યા
સગીરાના નિવેદન આધારે ચાણસ્મા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામ ખાતે યુવાને તેના જ ગામની 15 વર્ષની સગીરાને રાત્રે ઈકો ગાડીમાં અપહરણ કરી લઈ ગયો હતો. જે ઘટના બાદ પરિવારમાં હોબાળો થતાં તેના ઘર નજીક છોડીને નાસી છૂટ્યો હતો. આ અંગે સગીરાએ ચાણસ્મા પોલીસ મથકે બે શખ્સો સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામની 15 વર્ષની સગીરા ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ કરી અમદાવાદથી પોતાના વતનમાં રહેતા દાદા દાદી સાથે રહેવા માટે આવી હતી.ત્યારે તેમના જ ગામના ઠાકોર સિદ્ધરાજ સાથે પરિચય થતા બંને જણા મોબાઈલમાં મેસેજ પર વાતચીત કરતા હતા. આ દરમિયાન ઠાકોર સિદ્ધરાજ બુધવારે મોડી રાત્રે ઇકો ગાડી લઈ આવી સગીરાને તેના ઘરેથી ગાડીમાં બેસાડી બહાર હાઇવે ઉપર લઈ ગયો હતો. આ સમયગાળા દરમિયાન પરિવારના સભ્યોને દીકરી ઘરે ના હોવાની ખબર પડતા તે વિસ્તારમાં હોબાળો મચાવ્યો હતો .ત્યારે યુવાનો મિત્ર ચૌધરી સૌરભ વાલજીભાઈ દોડીને એના મિત્રને જઇ આ સમગ્ર હકીકત જણાવી હતી ત્યારે આશરે 2 વાગ્યાના અરસામાં બાઈક ઉપર સિદ્ધરાજ સગીરાને તેના ઘર નજીક ઉતારી નાશી ગયો હતો. આ અંગે ભોગ બનનારના નિવેદન આધારે ચાણસ્મા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાઈ હતી.તપાસ અધિકારી પીઆઈ એસ એફ ચાવડાએ આ ગુનામાં સંડોવાયેલ ઠાકોર સિદ્ધરાજ દેવુભા અને ચૌધરી સૌરભ વાલજીભાઈ બંનેને શુક્રવારે ઝડપી લીધા હતા. આ ગુનામાં વપરાયેલ ગાડી સહિતની હકીકતો એકત્ર કરવા શનિવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.