Uncategorizedक्राइमगुजरातताज़ा ख़बरें

પાટણ જિલ્લાના જારૂસા ના બે પ્રોહી બુટલેગર્સ ઇસમોને એલ.સી.બી. અને વારાહી પોલીસે ઝડપી પાસા હેઠળ અટકાયત કરી

પાટણ જિલ્લાના જારૂસા ના બે પ્રોહી બુટલેગર્સ ઇસમોને એલ.સી.બી. અને વારાહી પોલીસે ઝડપી પાસા હેઠળ અટકાયત કરી

બન્ને બુટલેગર ને અમરેલી અને પોરબંદર ની સબ જેલમાં ધકેલાયા..

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓએ આગામી સમયમાં લોકસભા ચુંટણી-૨૦૨૪ યોજાનાર હોય જે અનુસંધાને ગે.કા. અસામાજીક પ્રવૃત્તિ કરવાની ટેવવાળા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી અને વારાહી પોલીસે પ્રોહી બુટલેગર્સ મલેક સાહેબખાન ઉર્ફે સાબો કરીમખાન ઉ.વ.૫૧ રહે.જારૂષા તા.સાંતલપુર જી.પાટણ તથા મલેક ઈમરાનખાન સાહેબખાન ઉર્ફે સાબો કરીમખાન ઉ.વ.૩૧ રહે.જારૂષા તા.સાંતલપુર જી.પાટણ વાળાને ઝડપી તેઓ વિરૂધ્ધન ગુનાઓ આધારે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ પાટણ નાઓએ પાસા હેઠળ અટકાયત કરી મલેક સાહેબખાન ઉર્ફે સાબો કરીમખાનને મધ્યસ્થ જેલ અમરેલી તથા મલેક ઈમરાનખાન સાહેબખાન ઉર્ફે સાબો કરીમખાનને મધ્યસ્થ જેલ પોરબંદર ખાતે મોકલી આપવા હુકમ કરેલ હોઇ તા.૧૭/૦૪/૨૦૨૪ ના રોજ બન્ને ઈસમોનેમધ્યસ્થ જેલ અમરેલી તથા મધ્યસ્થ જેલ પોરબંદર ખાતે મોકલી આપવા તજવીજ કરાઈ હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

Show More
Back to top button
error: Content is protected !!