
Nકઠલાલ નગરમાં આવેલ ખોડીયાર મંદિર તેમજ સમગ્ર કઠલાલ તાલુકામાં ખોડીયાર જયંતિ ની ધામધૂમ પુર્વક રીતે ઉજવણી કરવામાં આવી હતી.વહેલી સવારથી ખોડીયાર માતાજીના મંદિરે માઈ ભક્તો ઉમટી પડ્યા હતા.ખોડીયાર જયંતિ પ્રસંગે શોભાયાત્રા,પૂજા,આરતી,યજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.કઠલાલ ખોડીયાર માતાજી મંદિરે રાત્રિના સમયે ભવ્ય ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કઠલાલ પંથકમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ખોડીયાર જયંતિ માં માઇ ભક્તો એ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.