સરથાણા પોલીસ સ્ટેશન પાસે થી મળતી માહિતી અનુસાર, રાકેશભાઈ જયંતીભાઈ કિકાણી સરથાણા કોમ્યુનિટી હોલ પાસે આવેલ એમ. ડી. પાર્ક મા બે દીકરી સહિતના પરિવાર સાથે રહે છે અને તેઓ ફર્નિચર ના વ્યવસાય સાથે સંકળાયેલા છે. રાકેશભાઈ ની દીકરી ગ્રીષ્મા ઉ. વ.15 એ અશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલમાં ધોરણ 9ની પરીક્ષા આપી હતી અને ધોરણ 10ની તૈયારી કરી રહી હતી. શનિવારે સાંજે પાંચ થી સાડાપાંચ વાગ્યાના સમયે ગ્રીષ્મા તેની બહેનપણીના ઘરે જઈ રહી હતી. ત્યારે તેની માતા અસ્મિતાબેને કહ્યું કે બહેનપણીના ઘરે જવું હોય તો મોબાઈલ ઘરે મૂકીને જા. તેવું કહ્યું હતું તેથી ગ્રીષ્મા ને આ વાત નું ખોટુ લાગી આવતા તેણે ગુસ્સામાં ઘરમાં આવીને બેસી ગઈ હતી. ત્યારબાદ તેણે ઝેર પીને આત્મહત્યા માટે પ્રયાસ કર્યો હતો. પરિવારજનો તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન રાત્રે અગ્યાર વાગ્યાના અરસામાં તેણીનું મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે સરથાણા પોલિસે અકસ્માત મોત ની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
2,507 1 minute read