અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકનો સ્ટાફ શુક્રવારે પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વિદેશી દારૂ ભરી કાર નં. જીજે ૦૫ જેએલ ૪૧૨૪ ગોલ્ડન પોઈન્ટ એકઝોટીક બંગલોઝ પાસે આવનાર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની ૯૬ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ૪૮ હજારનો દારૂ અને ૩ લાખની કાર મળી કુલ ૩.૫૮ લાખના મુદામાલ સાથે મૂળ નેત્રંગના મોરિયાણા ગામનો અને હાલ ગોલ્ડન પોઈન્ટ એકઝોટીક બંગલોઝ ખાતે રહેતો મુકુંદ વસાવાનેઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂ મંગાવનાર વિજય મણિલાલ પટેલ અને માલજીપરા ગામના લાલુ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂ મંગાવનાર વિજય મણિલાલ પટેલ અને માલજીપરા ગામના લાલુ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જી.આઈ.ડી.સી. બસ ડેપો પાછળપેટ્રોલ પંપની બાજુમાં એક ઇસમ એક્ટિવાની ડીકીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે વિદેશી દારૂની ૨૪ નંગ બોટલ મળી પિરામણ નાકા પાસે આવેલ ઇકૃપા સોસાયટીમાં રહેતો બુટલેગર પિયુષકુમાર નિલેશચંદ્ર મોદીને ઝડપી પાડ્યો હતો.