Uncategorized

છોટાઉદેપુર નગરમાં ફાયર સેફ્ટી બાબતે તંત્રે લાલ આંખ કરીને નગરની 6 સંસ્થાને નોટિસો અપાઇ છે.

ફાયર સૅફ્ટી અંગે નિષ્કાળજી રાખનાર 6 સંસ્થાને નોટિસ ફટકારાતા ચકચાર

  • હાલમાં આગ લાગવાના બનાવોને ધ્યાને લઈ તંત્રે કડક વલણ અપનાવ્યું છે. છોટાઉદેપુર નગરની તમામ હોસ્પિટલ, મોલ્સ, મોટા કોમ્પ્લેક્સમાં રેસિડેન્સીસમાં ફાયર સેફ્ટી બાબતે ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ફ્ક્સિ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ ન હોય અને ફાયર સેફ્ટી બાબતે નિષ્કાળજી જણાઈ આવી હતી. જે બાબતે વિગતો અનુસાર રાજ્યમાં ચાલી રહેલા આગ લાગવાના બનાવોને કારણે તંત્ર દ્વારા લાલ આંખ કરાઇ છે. અને અનેક મોટી સંસ્થાઓ અને ઇમારતો જેમકે મોલ્સ, તથા હોસ્પિટલ્સમાં ચેકીંગ હાથ ધરાઇ રહ્યું છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા છોટાઉદેપુર નગરની કુલ 6 સંસ્થાને નોટિસ બજાવાઇ હતી. જેમાં સિવિલ હોસ્પિટલ, માતૃત્વ હોસ્પિટલ અને કેસર હોસ્પિટલ જ્યારે અને સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સ અને સિલ્વર રેસિડેન્સી અને જી-માર્ટને નોટિસ અપાઇ હતી. અન્ય જગ્યાએ પણ ચેકીંગ હાથ ધરાયું છે. નોટિસમાં જણાવ્યું છે કે, તાબા તથા માલિકી હેઠળમાં આવેલ ઈમારત લાગેલ ફાયર પ્રોટેકશન અને પ્રિવેંશનને લગતા ફાયર સેફ્ટી સંસાધનો બંધ હાલતમાં અથવા પ્રવર્તમાન નીતિ નિયમો તેમજ જોગવાઈઓ મુજબ ન હોવાનું જણાઇ આવેલ છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. જેથી આપના દ્વારા બેદરકારી દાખવવા તેમજ ગુજરાત ફાયર પ્રિવેન્શન અને ફાયર સેફ્ટી એક 2013ના નિયમોનું ઉલ્લંઘન બદલ આપની ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી? તે અંગે આપનો લેખિત ખુલાસો આ નોટિસ મળ્યેથી તાત્કાલિક આધાર પુરાવા સહ રજૂ કરવા જણાવવામાં આવે છે. અન્યથા મુદ્દત હરોળમાં ખુલાસો રજૂ ન થયેથી આ બાબતે કશું જણાવવા માગતા નથી. તેમ માની એક તરફ્ી કાર્યવાહી કરવાની આપની સામે હાથ ધરવામાં આવશે તેની સ્પષ્ટ નોંધ લેવા આપેલ નોટિસમાં જણાવ્યું છે. રાજકોટની ગોઝારી ઘટના બાદ છોટાઉદેપુરનું તંત્ર હરકતમાં આવ્યું ગુજરાત હાલમાં ગુજરાતના રાજકોટ ખાતે ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટનાએ સર્વેના કાળજા કંપાવી નાખ્યા છે જે ભારે દુઃખ ભરી વાત છે મૃતકોને ઠેર ઠેર જગ્યાએ શ્રાદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. તેની સાથે હાલ તંત્ર પણ ભારે હરકતમાં આવી ગયું છે. અને સર્વે જગ્યાઓ ઉપર ચેકિંગ કરી રહ્યું છે. ફાયર સેફ્ટી અંગે ક્ષતિ જણાય તો તેની ઉપર કાર્યવાહી કરવાની તજવીજ હાથ ભરવામાં આવી છે. જ્યારે છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં ફાયર સેફ્ટી બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અને તંત્ર સજાગ થઈ ગયું છે. છોટાઉદેપુર જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાત્કાલિક તંત્રની આંખો ખુલી ગઈ છે. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.
Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!