નાગેશ્રી પોલીસે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમનો ૩૧૦૦ બોટલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી.
પોલીસ કુલ ૧૧ લાખ ૮૨ હજારનો મુદ્દામાલ કબજે કર્યો
નાગેશ્રી પોલીસે વિદેશી દારૂની બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી.પલાસ સહીત પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં દરમિયાન હતો. અને બાતમીના આધારે ટીબી ગામ નજીક નેશનલ હાઇવે પરથી એક સફેદ કલરની બોલેરો જીપ GJ-14BD0401 વાળી ફોરવીલ કાર ઉના તરફથી બાજુ આવતી હતી. ત્યારે ખાંભા ચલાલા તરફ જનાર ફોરવીલને પોલીસે રોકે એને તપાસ કરતા બોલેરો કારમાથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે બે ઇસમનો પકડી પાડયા હતાં જેમા આરોપી સજવીરભાઇ બળવંતભાઈ વાળા તથા સુરેન્દ્રભાઇ અનકભાઈ ધાખડા ઝડપાયેલ છે. અન્ય ત્રીજો ફરાર આરોપી ભરતભાઇ પરમારને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નાગેશ્રી પોલીસે ઇંગ્લિશ દારૂની બોટલ ૧૮૦ એમએલ નંગ-૩૧૦૦ કી.રૂ.૩,૭૨,૦૦૦ તથા મોબાઇલ ફોન બે જેની કિંમત ૧૦,૦૦૦ તેમજ બોલેરો જીપ કિં.રૂ. ૮,૦૦,૦૦૦ મળી કુલ ૧૧,૮૨,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે…