गुजरातताज़ा ख़बरेंसूरत

સરથાણા ખાતે કારચાલકે રિક્ષા, બાઈક સહિત અડફેટે લેતાં વૃદ્ધાનું મોત

બ્રેક મારવાને બદલે અક્સિલીટર આપી દેતા અકસ્માત સર્જાયો

સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટાવરાછા વિસ્તારનો જીતેન્દ્ર જશવંત માલવિયા ઉ. વ.36 જે મંગળવારે સાંજે જીતેન્દ્ર સરથાણા ખાતે રહેતા તેના મિત્ર નીરવ સાથે વેન્ટો કાર લઈ ને કામરેજ પાસે બર્ગર કિંગમાં નાસ્તો કરવા માટે ગયા હતા. બન્ને મિત્રો નાસ્તો કાર્ય બાદ ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન જીતેન્દ્ર કાર ચલાવી રહ્યો હતો અને નીરવને તેના ઘરે કેનાલ રોડ મૂકવા માંટે જઈ રહ્યો હતો. ત્યારે સરથાણા જકાતનાકા થી વ્રજ ચોક તરફ જતા રસ્તા ઉપર જીતેન્દ્ર એ કારને બ્રેક મારવાની જગ્યાએ અક્સિલીટર આપી દેતા આગળ ચાલતા બાઈકચાલક અને રિક્ષા ને ટક્કર મારી દેતાં ચાલતા જતા ગૌરીબેન ઉ. વ.60 તેમજ સાતેક વર્ષના બે બાળક અને એક દંપતીને અડફેટે લીધું હતું. અકસ્માતને લીધે ગૌરીબેન ને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. તેમજ અન્ય લોકો ને સામાન્ય ઈજા પહોંચી હતી તેઓને સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી. કારની ટક્કર બાદ બાઈક 10 ફુટ સુધી દૂર ઘસડાઈ હતી આ બનાવમાં સરથાણા પોલીસે કાર ચાલક જીતેન્દ્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Show More
Back to top button
error: Content is protected !!