गुजरातताज़ा ख़बरेंसूरत

આર્મી મેન ની ગર્ભવતી પત્નીની છેડતી કરનાર બે ની ધરપકડ

ચાલુ મોપેડ ઉપર છેડતી કરનાર ની ધરપકડ

વરાછા રોડ ખાતે રહેતા આર્મી મેન ની ગર્ભવતી પત્ની મોપેડ લઈ ને તેના ઘર તરફ જતી હતી ત્યારે બાઈક સવાર બે જણાં એ આંતરી મોબાઈલ નંબર માંગી છેડતી કરી હતી. આ બનાવની ફરિયાદ નોંધાવાતા કાપોદ્રા પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. માહિતી અનુસાર ચાલુ બાઈક પર આવેલા બે જણા મહિલાની છેડતી કરતા હતા પરંતુ મહિલા એ વીડિયો ઉતારવાનું ચાલુ કરતા  લોકોની ભીડ થઈ ગઈ હતી આ જોઇ બન્ને માફી માંગી ને ભાગી ગયા હતા કાપોદ્રા પોલિસે આ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બન્ને આરોપી ભવદિપ શાંતિભાઈ ડાંગોદરા ઉ. વ.૨૭, ઉત્રાણ તથા મુળ ગીર સોમનાથ અને પ્રકાશ મેઘાભાઈ ભિલવાળા ઉ. વ.૩૭, રહે. મોમાઈ રેસીડેન્સી વેલંજા તથા મૂળ ગીર સોમનાથ ની ધરપકડ કરી છે. આરોપીઓ નું કહેવું છે કે મહિલા રોડ વચ્ચે મોપેડ ચલાવતી હોવાથી સાઈડમાં ચલાવવાનું કહેતા મહિલા સાથે માથાકુટ થઈ તેવું પોલિસ ને જણાવ્યુ હતું. છેડતી કરનાર બન્ને આરોપી પરિણીત હોવાનુ જાણવા મળ્યુ છે. પોલિસે આ અંગે વધારે પૂછપરછ હાથ ધરી છે.

Show More
Back to top button
error: Content is protected !!