
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૨૫ થી મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી જન જાગૃતિ અભિયાન
રાજકોટ તા. ૨૩ નવેમ્બર- મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૨૫ નવેમ્બર (International Day for the Elimination of Violence against Women) થી ૧૦ ડિસેમ્બર (Human Rights Day) દરમિયાન મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત ૧૬ દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતિગત હિંસા સંબંધિત મુદ્દાઓને અનુલક્ષી કાર્યક્રમો યોજાશે.
“ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન” (DHEW) ટિમ દ્વારા રાજકોટ જિલ્લામાં જાતિગત સંવેદનશીલતા હેલ્પલાઇન,ચાઈલ્ડ હેલ્પલાઇન, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩, ઘરેલુ હિંસા પોક્સો એક્ટ ૨૦૧૨,બાળલગ્ન પ્રતિબંધિત અધિનિયમ ૨૦૦૬, ગુડ ટચ બેડ ટચ, સાઇબર સેફટી અંગે જાગૃતિ કાર્યકમ/સેમિનાર/તાલીમનું આયોજન કરવામાં આવશે