પાટણ જિલ્લાના
સરસ્વતીના વઘાસર ગામે થયેલ કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી એલસીબી ટીમ
ચોરીમા ગયેલ કેબલ વાયર સાથે ઇસમને ઝડપી કાયૅવાહી હાથ ધરી: પાટણ એલ.સી.બી ટીમે સરસ્વતી તાલુકાના વધાસર મા થયેલ કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીના મુદામાલ સાથે એક ઈસમને આબાદ ઝડપી કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ દ્રારા લોક સભા ચુંટણીને ધ્યાનમાં રાખીને પાટણ શહેર અને જીલ્લામાં બનતા મીલકત સબંધી ગુનાઓ તેમજ ચોરીઓ અટકાવવા તથા અનડીટેક્ટ ગુના શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને પાટણ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ વી.આર.ચૌધરીનાઓના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના માણસો સરસ્વતી પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે આજથી દસ દિવસ અગાઉ સરસ્વતી ના વધાસર ગામમા ભેન આંટામા આવેલ બોર ઉપરથી રાત્રીના સમયે કેબલ વાયરની ચોરી થયેલ જે કેબલ ચોરી કરનાર વધાસર ગામમાં જ રહેતો ઠાકોર અલ્પેશજી ઉર્ફે કાળો રણછોડજી વાળો હોય અને તેને ચોરી કરેલ કેબલ વાયર તેના ઘરની આગળ વાડામાં પડેલ લાકડાના ભોરની આડાસમા છુપાવી મુકેલ છે.
જે હકીકત આધારે એલસીબી ટીમે ઉપરોક્ત ઇસમના ઘરે જઈ તપાસ કરતા સદરી ઇસમને ચોરીના બોરના કેબલ વાયર આશરે ૫૦ મીટર લંબાઇનો કિ.રૂ.૩૫,૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી કરવા સારૂ સરસ્વતી પો.સ્ટે ખાતે સોપતા વધુ તપાસ સરસ્વતી પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.