गुजरात

સુરત મા રેતી ચોરીનોપર્દાફાશ કરતી ફ્લાઈંગ સ્કવોડ

બેફામ રેતી ચોરી પાછળ કોણ જવાબદાર

સુરત શહેર અને જિલ્લામાં તાપી નદી ના તટ માંથી ગેરકાયદે રેતી ખનન ચાલી રહ્યું છે આ કોઈનાથી છૂપુ તો નથી પરંતુ તંત્રએ આ બાબતે આંખઆડા કાન કરતું હોય તેવુ લાગી રહ્યુ છે જો કલેકટર કચેરી ની સામે પાલ ના રહેણાક વિસ્તારમાંથી તાપી કિનારે થી બેફામ રેતી ખનન ચાલી રહ્યું હોય. સ્થાનિક તંત્ર કોઈ કાર્ય ન કરતું હોય ત્યારે પ્રશ્ન ઊભા થાય કે આ કાર્ય કોના આશીર્વાદ થી ચાલી રહ્યું છે. આ દરમિયાન નાનપુરાનો ભદ્રેશ ભગત રેતી ચોરી નો સૂત્રધાર હોવાનુ સામે આવી રહ્યુ છે. પરંતુ અચાનક ફ્લાઇંગ સ્ક્વોડ શુક્રવારે સાંજે બાતમી ના આધારે ફલાઈંગ સ્ક્વોડના વડા નરેશ જાની તેમના સ્ટાફ હિતેશ પટેલ અને વિજય વસાવા સાથે મળી કુબેરેશ્વર મંદિર નજીક તાપી કિનારે દરોડા પાડી એક જેસીબી મશીન બે રેતી ભરેલી ટ્રકો સહિત કુલ બેતાલીસ લાખ મુદ્દામાલ કબ્જે કરી સુરત જિલ્લા સેવા સદન ખાતે લઈ જવામાં આવ્યા હતા. વધુ મા એવી પણ માહિતી મળી હતી કે ભદ્રેશ ભગત કોના આશીર્વાદ થી રેતી ચોરી કરી રહ્યો છે તે દિશા માં તપાસ શરૂ કરાઇ છે. તંત્ર દ્વારા અનેક વાર દરોડા ની કાયૅવાહી કરવામાં આવતી હોવા છતાં છેલ્લા કેટલાય વર્ષોથી શહેર અને જિલ્લામાં રેતી ખનિજ માફીયાઓ પોતાની પ્રવુત્તિ ચાલુ જ રાખી હતી આ ખનિજ માફીયાઓ કોના આશીર્વાદ થી તપીમાંથી રેતી ઉલેચી રહ્યા છે તે દિશામાં તપાસ થાય તો મોટા ખુલાસા બહાર થવાની શક્યતા રહેલી છે.

Show More
Back to top button
error: Content is protected !!