गुजरात

રાજકોટ જૂની કલેકટર કચેરી ખાતે તા.૪ ના રોજ એઇડ્સ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાશે

રાજકોટ જૂની કલેકટર કચેરી ખાતે તા.૪ ના રોજ એઇડ્સ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાશે

નીલકંઠભાઈ જોષી રાજકોટ 

રાજકોટ તા. ૦૩ ડીસેમ્બર – વિશ્વ એઇડ્સ દિવસના અનુસંધાને જીલ્લા વહીવટી તંત્ર, રાજકોટ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એઇડ્સ તથા ડીએપીસીયુના સંયુક્ત ઉપક્રમે એચઆઈવી/ એઇડ્સ અવેરનેસ & સેન્સીટાઈજેશન કાર્યક્રમ યોજાશે. તા.૪ ડીસેમ્બરને સાંજે ૪ કલાકે જૂની કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે કાર્યક્રમ યોજાશે.

રાજકોટ ડીસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી./એઇડ્સ સંગઠનની સ્થાપના ૩ માર્ચ ૨૦૦૫ના રોજ એચ.આઈ.વી. પોઝીટીવ લોકો દ્વારા સમગ્ર રાજકોટ જીલ્લામાં એચ.આઈ.વી. સાથે જીવતા લોકોના લાભાર્થે કરવામાં આવી હતી. જેનો મુખ્ય ધ્યેય જીલ્લામાં એચ.આઈ.વી./એઇડ્સ સાથે જીવતા લોકો માટે એક એવુ સક્ષમ અને સાનુકુળ વાતાવરણ ઉભું કરવું કે જ્યા કોઈપણ જાતના ભેદભાવ વગર સારવાર, સંભાળ અને દવાઓ મળી રહે તેમજ તેમના માનવ અધિકારોનું રક્ષણ થાય.

ત્યારે જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ આર.ડી.એન.પી. પ્લસ, ડીએપીસીયુના સંયુક્ત ઉપક્રમે જીલ્લા વહીવટી તંત્રના અધિકારી સાથે એચઆઈવી/એઇડ્સ અવેરનેસ & સેન્સીટાઈજેશન કાર્યક્રમ યોજાશે.

 

Show More
Back to top button
error: Content is protected !!