गुजरात

જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ (જાસ)ની બેઠકમાં આરોગ્ય કેન્દ્રના નવા બાંધકામ તેમજ એઈમ્સમાં એલિમ્કો સાથેના સેન્ટરનો પ્રારંભ કરવા પર ભાર મુકતા કલેક્ટર શ્રી પ્રભવ જોશી

જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ (જાસ)ની બેઠકમાં આરોગ્ય કેન્દ્રના નવા બાંધકામ તેમજ એઈમ્સમાં એલિમ્કો સાથેના સેન્ટરનો પ્રારંભ કરવા પર ભાર મુકતા કલેક્ટર શ્રી પ્રભવ જોશી

માતા મૃત્યુ દર અટકાવવા આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓને તાકીદ કરતાં ડી.ડી.ઓ.શ્રી નવનાથ ગવ્હાણે

નીલકંઠભાઈ જોષી દ્વારા રાજકોટ 

રાજકોટ તા. ૦૭ ડિસેમ્બર – કલેકટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને ક્લેકટર કચેરી ખાતે જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ (જાસ)ની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રીએ જિલ્લામાં આરોગ્ય કેન્દ્રના બાંધકામ માટેના જમીનના પ્રશ્નોના નિવારણ તેમજ દવાઓ, સર્જીકલ વસ્તુઓ, મશીનરી, ફર્નિચર, સ્ટોર, વાહન અને આરોગ્ય કર્મીઓના ક્વાર્ટર અંગે ચર્ચા કરી હતી. તથા આરોગ્યલક્ષી તમામ કામો અંગેની વિગતવાર સમીક્ષા કરી હતી. કલેક્ટરશ્રીએ એઈમ્સ ખાતે વિવિધ વિભાગોની ઓપીડીને વધારવા તથા એલીમ્કો સાથે સંકલન કરી સેન્ટરનો શુભારંભ કરવા જણાવ્યું હતું.

જિલ્લા સમાહર્તાશ્રી જોશીએ લેબોરેટરીના સાધનો અને વિવિધ પ્રકારના લેબ ટેસ્ટ તેમજ થેલેસેમિયાના દર્દીઓને આવશ્યક તમામ સેવાઓનું આયોજન કરી તમામ વસ્તુઓનો જરૂરી સ્ટોક રાખવા જણાવ્યું હતું તેમણે પીડીયુ હોસ્પિટલના અંદરના રોડ, બર્ન્સ વોર્ડ વગેરેના નવીનીકરણ માટેના એસ્ટીમેટ, એચબીએવનસી પ્રકારના ટેસ્ટમાં આધુનિક કીટના ઉપયોગ તથા વિવિધ તાલુકાઓમાં જરૂરી મશીનરીની માંગણીઓને તાત્કાલિક મંજૂરી આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મલેરીયા, ચીકનગુનિયા, ડેન્ગ્યુ, ઋતુજન્ય રોગો સહિતના રોગો નાની બારણ બાબતે થયેલ કામગીરી અંગે આરોગ્ય વિભાગ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી તેમજ માતા મરણ અટકાવવા તાકીદ કરી હતી.

આ બેઠકમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર શ્રી મહેશ જાની, નવનિયુક્ત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ફુલમાળી, જિલ્લા આર.સી.એચ ઓફિસર શ્રી જોશી, ડબલ્યુ.એચ.ઓ.ના પ્રતિનિધિ ડો.નિર્મલ પ્રજાપતિ, ડો.પપ્પુ સિંઘ, એઈમ્સના પ્રતિનિધિઓ તેમજ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સહિત તાલુકા હેલ્થ ઓફિસરો અને મેડિકલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

 

Show More
Back to top button
error: Content is protected !!