ટીબી હારેગા, દેશ જીતેગા
કલેક્ટર કચેરી ખાતે ટીબી ફોરમની બેઠક યોજાઈ: દવાનો સ્ટોક, સ્ક્રીનીંગ સહિતની કામગીરીની સમીક્ષા કરતા કલેકટર શ્રી પ્રભવ જોશી
નીલકંઠભાઈ જોષી દ્વારા રાજકોટ
રાજકોટ તા. ૦૭ ડિસેમ્બર- પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ટી.બી. મુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી આજરોજ ભારત સરકારશ્રી દ્વારા “૧૦૦ દિવસની સઘન ટી.બી.નિર્મુલન ઝુંબેશ”નો પ્રારંભ થયો છે.ત્યારે રાજકોટ જિલ્લામાં પણ તા.૭ ડિસેમ્બર ૨૦૨૪ થી ૧૪ માર્ચ ૨૦૨૫ સુધી ટી.બી.નિર્મૂલન અભિયાનના આગોતરા આયોજન અને તેની સમીક્ષા સંદર્ભે જિલ્લા ટીબી ફોરમની બેઠક યોજાઈ હતી.
જેમાં કલેકટર શ્રી પ્રભવ જોશીએ ટી.બી.રોગના ઝડપી નિદાન માટે આવશ્યક વસ્તુઓ અને ત્વરીત સારવાર માટેની દવાના જથ્થા, લોક જાગૃતિ માટે પત્રિકા તથા સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર-પ્રસાર, નિક્ષય શિબિર, નિક્ષય શપથ, ટીબીના દર્દીઓને પોષણકીટ આપવાના આયોજન તથા હાલ સુધીમા થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં નિક્ષય મિત્ર તરીકે સહભાગી બનેલ લોકો, આ ઝુંબેશમાં જોડાયેલ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ/એન.જી.ઓ. અને સહકારી સંસ્થાઓને બિરદાવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણે, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર શ્રી મહેશ જાની, નવનિયુક્ત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ફુલમાળી, જિલ્લા આર.સી.એચ ઓફિસર શ્રી જોશી, ડબલ્યુ.એચ.ઓ.ના પ્રતિનિધિ ડો.નિર્મલ પ્રજાપતિ, ડો.પપ્પુ સિંઘ, એઈમ્સના પ્રતિનિધિઓ તેમજ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સહિત તાલુકા હેલ્થ ઓફિસરો અને મેડિકલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.