ધોરાજીમાં નિર્મળ પથનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ: સ્વચ્છતા, માવજત અને બાંધકામની કામગીરી કરતું ધોરાજી નગરપાલિકા
નીલકંઠભાઈ જોષી દ્વારા રાજકોટ
રાજકોટ તા. ૦૩ ડિસેમ્બર – રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના આઇકોનિક માર્ગોના બાંધકામ ધોરાજી નગરપાલિકા દ્વારા હાથ ધરાઇ રહયા છે. શહેરના વિવિધ મુખ્ય વિસ્તારોના રસ્તાઓને કે જેમાં ખાસ આઇકોનિક સ્થળોનો સમાવેશ કરી વિશેષ નિર્મળ પથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ધોરાજી શહેરનું મુખ્ય સર્કલ અને પ્રવેશ દ્વાર સહિતના રોડને સુંદર લાઈટ, રાહદારીઓ માટે બેઠકો સહિત વિશેષ સુવિધાઓ સાથે વિકસાવવામાં આવી રહ્યા છે.
નિર્મળ પથ પર નગરપાલિકા દ્વારા વિશેષ માવજત લેવામાં આવશે તેમજ તેની સ્વચ્છતાની પણ સંપૂર્ણ કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. નિર્મળ પથના નિર્માણ દ્વારા ધોરાજી શહેરને વિશિષ્ટ અને સ્વચ્છ આઈકોનિક પ્લેસના નગર તરીકે વિકસાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. હાલ ધોરાજી શહેરમાં આ તમામ પથનુ નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે.