પાટણ જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ ઉતરી આવ્યું હતું જેના કારણે સવારે આઠ વાગ્યે પણ હાઇવે પર થી પસાર થતા વાહન ચાલકો ને લાઈટો ચાલુ રાખવી પડી હતી જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ હાલકી ભોગવી પડી હતી. પાટણ જિલ્લામાં ધુમ્મસ છવાયું છે. ત્યારે પાટણ શહેર માં વહેલી સવારે ગાઢ ધુમ્મસે સામ્રાજ્ય સ્થાપ્યું છે. ધુમ્મસના કારણે કારણે વાહનચાલકો ભારે હાલાકી ભોગવવી પડી છે. વહેલી સવારે હેડલાઇટ ચાલું રાખવાની સ્થિતિ સર્જાઈ છે.
સોમવારે મધરાતથી વહેલી સવાર સુધી શહેરના મહત્તમ વિસ્તારો ધુમ્મસની ચાદરમાં ઢંકાઈ ગયા હતા. સવારે સુધી વિઝિબિલિટી ઓછી થઈ જતાં દૂરદરાજનાં ર્દશ્યો તો જાણે આકાશમાં ખોવાઈ ગયાં હતાં. ત્યારે પાટણ માં વહેલી સવારથી જ ધુમ્મસના કારણે વાહનચાલકો ભારે હાલાકી પડી હતી. હેડલાઈટ ચાલું રાખવી પડી હતી. ધુમ્મસના કારણે વિઝીબિલિટી ઘટી હતી છ