ઉપરચી નજીક એક વિમાન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં ખેતરમાં આ વિમાન ક્રેશ થયું છે. આ ભયંકર દુર્ઘટનામાં પાયલટને ગંભીર ઈજા પહોંચી છે. ઉપરચી નજીક પ્લેનનો અકસ્માત સર્જાયો છે. અકસ્માત સર્જાયો ત્યારે સ્થળ પર મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આસપાસના લોકો તુરંત પ્લેન ક્રેશ થયા બાદ નજીક આવી પહોંચ્યા હતા. જોકે આ અકસ્માતમાં કોઈ વધારે જાનહાની થઈ હોવાનું સામે નથી આવ્યું જે એક સારી બાબત કહી શકાય.
અકસ્માતમાં મહિલા પાયલટને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને પહેલા તો બહાર કાઢવામાં આવ્યા અને ત્યાંથી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્લેન સીધુ ગામમાં આવેલા ખેતરમાં પડ્યું હતું. જે પ્લેન ક્રેશ થયું છે તે એક ટ્રેનિંગ પ્લેન છે. જેમાં મહિલા પાયલટ અંદર પ્લેનમાં ટ્રેનિંગ લઈ રહી હતી. તે સમયે આ અકસ્માત સર્જાયો છે.♥