અમદાવાદમાં નાના ચિલોડા વિસ્તારમાં પોલીસની બાતમીની આધારે AMCના આરોગ્ય વિભાગે દરોડા પાડીને 1295 કિલોગ્રામ શંકાસ્પદ ભેળસેળયુક્ત ક્રીમનો જથ્થો ઝડપાયો છે. નકલી ક્રીમનો જથ્થો ગામડાંઓ અને નાના માર્કેટમાં વેચાણ કરવામાં આવતું હતું. AMC દ્વારા શિવ શંભુ ડેરીનું લાયસન્સ રદ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. નકલી ક્રીમનો જથ્થો ઝડપાયો
અમદાવાદના નાના ચિલોડાના શ્રીનાથ એસ્ટેટના શિવ શંભુ ડેરી પ્રોડક્ટ ક્રીમમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતાં હોવાને લઈને શહેર પોલીસે AMCને બાતમી આપી હતી. જેને લઈને AMCની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શ્રીનાથ એસ્ટેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં શિવ શંભુ ડેરી પ્રોડક્ટસમાંથી 1295 કિલોગ્રામ ભેળસેળયુક્ત ક્રીમનો જથ્થો ઝડપાયો હતો. નકલી ક્રીમમાં નકલી ધી, મિલ્ક પાવડર, પામોલિન તેલ સહિતની વસ્તુઓ ભેળસેળ કરવામાં આવી હતી.