રાજકોટ જિલ્લામાં ૩૮૨૮ લાભાર્થીઓને મળ્યો કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ: ૪ કરોડથી વધુની સહાય ચૂકવાઈ
આગામી દિવસોમાં વધુ ૧૫૦૦ દીકરીઓને યોજનાનો લાભ આપવામાં આવશે
રાજકોટ તા. ૨૦ નવેમ્બર – સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરુ યોજના સમગ્ર ગુજરાતમાં અમલી છે વિભાગ અંતર્ગતની રાજકોટ ખાતેની જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ રાજકોટની કચેરી દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાનમાં હાલ સુધીમા ૧૧ તાલુકાના ૩૮૨૮ લાભાર્થીઓને આશરે રૂ.૪, ૫૮,૨૨ હજારની સહાયની ચુકવણી કરવામાં આવી છે. આ સાથે જ હાલમાં આવેલ નવી ૧૫૦૦ જેટલી અરજીઓનું પણ વેરિફિકેશન કરવામાં આવેલ છે, જેને આગામી સમયમાં સહાયની ચુકવણી કરવામાં આવશે તેમ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ રાજકોટની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.