क्राइमगुजरात

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઇન્દિરા નગરમાં એક જ કોમ ના વ્યક્તિઓ વચ્ચે ખાટલો ઢાળવા જેવી સામાન્ય બાબતમાં ચાર શખ્સોએ યુવકની હત્યા

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઇંન્દીરા નગરમાં એક જ કોમ ના વ્યક્તિઓ વચ્ચે ખાટલો વચ્ચે ઢાળવા જેવી નજીવી મામલો બીચકયો હતો અને હત્યા સુધી પહોંચ્યો જે ઘટનાની જાણ ચાણસ્મા નગરમાં થતાં ચાણસ્મા નગર સહિત પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે મૃતકની પત્ની એ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

 

ચાણસ્મા પોલીસમાં મૃતકની પત્ની રુકસનાં બેન નોંધાવેલી ફરિયાદ માં જણાવ્યું હતું કે શનિવારે રાતે 9.30 વાગ્યાના સુમારે મૃતક વસીમ ભાઈ હબીબભાઈ મંન્સુરી બહારગામથી ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન ઇંન્દીરાનગર માં તેમની શેરીમાં પ્રવેશમાં મહેબુબભાઈએ તેમના ઘર આગળ ખાટલો ઢાળેલ હોવાથી મૃતકે મહેબુબભાઈને કહેલ કે તમે રસ્તા વચ્ચે ખાટલો ઢાળો છો અમારે ક્યાં થઈને ચાલવું તેમ કહેતાં મહેબૂબભાઈ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી રૂકસાના બેનના પતિ વસીમ ભાઈને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો જે હોબાળા નો અવાજ સંભળાતાં ફરીયાદી મૃતકના પત્ની રૂકસાના અને તેમનો દીકરો ફેઝાન ત્થા તેમના ફરીયાદીના સાસુ મદીનાબેને બહાર આવી ને જોયું તો ફરીયાદી ના પતિ મૃતક વસીમ ભાઈને મહેબુબભાઈ , તેમનો દિકરો અહેસાન તથા સમીલભાઈ મોજમખાન માથાકુટ કરી રહ્યા હતા તે દરમિયાન મહેબુબભાઈ એ મૃતક ને પકડી રાખી. અને અહેસાન ભાઈએ પેટની ડાભી બાજુ છરીના ઘા માર્યા હતા જયારે સલીમભાઈ અને સાજીદભાઈ લોખંડની પાઇપ માથામાં મારી ધોકાથી માર મારી મૃતક નીચે પડી ગયા હતા બાદમાં રૂકસાના બેન અને તેમના પરિવારજનો વસીમને 108 મારફતે ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થ લવાયા હતાં જ્યાં ફરજ પરના ડોકટરે ઇજાગ્રસ્ત મંન્સુરી વસીમભાઈ હબીબભાઈ ઉ.વ. 33 રહે ઇંન્દીરાનગર વાળા ને મૃત જાહેર કર્યા હતા.

જે ઘટના ની જાણ ચાણસ્મા પોલિસને મૃતકના પરીવારજનો દ્વારા કરાતાં ચાણસ્મા પી.આઇ.સોનલબા ચાવડા એ લાશ નું પંચનામું કરી લાશ નું પીએમ કરવા સહીત ની કાર્યવાહી હાથ ધરી હતી.ઘટનાની તપાસ કરતા ચાણસ્મા પી.આઇ એસ.એફ.ચાવડાએ જણાવ્યુ હતું કે શનિવારે ચાણસ્મા ના ઈન્દીરાનગર માં ખાટલો વચ્ચે કેમ ઢાળ્યો છે જેવી નાની બાબતે મામલો હત્યા

સુધી ઘટના બન્યા ની હકીક્ત જાણ થતાં મૃતક ઇંન્દીરાનગરમાં રહેતા વસીમભાઈ હબીબભાઈ ની હત્યા કરાઈ હોવાની મૃતકના પત્ની રૂકશાના બેનની ફરીયાદના આધારે હત્યા કરનાર મહેબુબભાઈ મોજન ખાન કુરેશી, સલીમભાઈ મોજન ખાન કુરેશી, અહેસાન મહેબુબખાન કુરેશી, સાજીદ સલીમ ખાન કુરેશી રહે તમામ ઇંન્દીરાનગર ચાણસ્મા સામે હત્યાનો ગુનો દાખલ કરી તમામ આરોપીઓની પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Show More
Back to top button
error: Content is protected !!