Uncategorized

વદોદરા મા ફાયર વિભાગે 2 કાર શોરૂમ સીલ કર્યા, અનેકને નોટીસ

વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી ના ચેકિંગ માટે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન આજે ઓટોમાબાઇલ્સના બે શો રૃમને સીલ કરવામાં આવ્યા છે.ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું છેકે, ડભોઇરોડ સોમાતળાવ ખાતેના એમ એમ વોરા શો રૃમ સહિત બે શો રૃમને સીલ કરવામાં આવ્યા છે.જ્યારે,બરોડા મેડિકલ કોલેજના ડીનની ઓફિસમાં ફાયર સેફ્ટીની પુરતી સુવિધા કરાવી લેવા નોટિસ આપવામાં આવી છે.આ ઉપરાંત અલકાપુરીના જીજે સેન્ટ્રલ મોલ,પાદરાની ગોકુલ રેસિડેન્સી,પાદરાની બેન્કર નર્સિંગ હોમ,પાદરાની જ્યુપિટર હોસ્પિટલ અને અંકુલ વિદ્યાલયને પણ નોટિસ આપવામાં આવી છે. રાજકોટ દુર્ઘટના બાદ વડોદરા પાલિકા દ્વારા ફાયર તથા એન્જિનીયરીંગ સહિતના વિભાગોની ટીમો બનાવીને લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને સઘન તપાસ કરવામાં આવી રહી છે. જે કોઇ સ્થળે ક્ષતિ જણાય તો નોટીસ પણ પાઠવવામાં આવી રહી છે. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!