પાલિકા કેમ્પસમાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ નહીં બનાવાય તો નોટિસ આપવામાં આવશે: પાટણ નગરપાલિકા દ્વારા ફાયર સેફટીના નિયમોનું લોકોને પાલન કરાવવામાં આવે છે અને ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેવા બિલ્ડીંગોની સામે કાર્યવાહી પણ કરતી હોય છે ત્યારે જે પાલીકા લોકોને ફાયર સેફ્ટી ના નિયમો પાળવા કડક પગલાં ભરતા હોય છે તેજ નગર પાલિકા ની કચેરીમાં ફાયર સેફટીનાં પૂરતા સાધનો નહીં હોવાનું સામે આવ્યું છે.
પાલિકાની ત્રણ માળની કચેરીમાં દિવસ દરમ્યાન હજારો લોકોની અવર જવર હોવા છતાં પાલિકા ના બે માળે માત્ર 2-2 ફાયર એક્સટિંગ્વિશર મુકવામાં આવ્યા છે અને દેખાવ ખાતર બે બોટલ લગાવામાં આવી છે તેમાં પણ કોઈ તારીખ કે એક્સપાયરી ડેટ મારવામાં આવી નથી.
તો પાલિકાની આ નવી બીલડીગ 2019 માં બની છે પરંતુ કોઈ સ્પ્રિંકલર કે પાઈપ લાઈન ફીટ ન થયાનો બચાવ કરવામાં આવી રહ્યો છે તો આ મામલે ફાયર ઓફિસર સ્નેહલ મોદી એ જણાવ્યું હતું કે બાજુમાં જ ફાયર સ્ટેશન છે એટલે ફાયર ના બોટલ દરેક જગ્યાએ મુકવામાં આવી નથી આવ્યાં તેવું જણાવી લુલો બચાવ કરતાં જોવા મળ્યા હતો.
પાલિકા ઈમારતમાં 150 થી વધુ કર્મચારી કામ કરે છે. દરરોજ જુદાં-જુદાં વિભાગ ના મળી 1500 થી 2 હજાર લોકો અહીં આવતા હોય છે. જોકે પાટણ નગર પાલિકા આ મુખ્ય કચેરીમાં ફાયર બ્રિગેડના નિયમોનો ઉલાળીયો કરીને પુરતા સાધનો નહીં રાખવામાં આવ્યાનું બહાર આવ્યું છે. ત્યારે આ કચેરીમાં કોઈ આગ જેવો બનાવ બને તો મોટી જાનહાની થવાની પૂરી શક્યતા છે.
આ સમગ્ર મામલે પાટણ નગર પાલીકા યોગ્ય ફાયર ની સુવિધા ઉપલબ્ધ નહિ કરે તો પાલિકા ને પણ નોટિસ આપવામાં આવશે તેમ ફાયર વિભાગ ના અધિકારી સ્નેહલ મોદીએ જણાવ્યું હતું.