ડાંગ જિલ્લામાં સરકારી ગ્રાંટોની જાણે લૂંટફાટ ની હરીફાઈ ચાલી રહી હોય તેમ લાગે છે. લોકોની સુવિધા અને સુરક્ષા માટે કરવામાં આવતા કામોમાં ઇજારદારો અને અધિકારીઓ ભેગા મળીને કાગળ પર કામ દર્શાવી કામમાં વેઠ ઉતારી ભાગ વહેંચી લેતાં હોય તેવું ચિત્ર ખંડિત થયું છે. જાખાના ગ્રુપ ગ્રામ પંચાયત નાં તલાટી કમ મંત્રી એ કામગીરી માં માસ કોંક્રિટ થી કામગીરી કરવાની અસ્ટીમેંટ છે. જાખાના થી કોતમદર જતા મુખ્ય માર્ગ પર નાળામાં પત્થર પાળા ની જેમ પત્થરો ઠુશિઠુશી ને ભરી દેવાયા છે. સાથે રેતી પણ કોતરમાંથી લાવીને માટી યુક્ત નદી નાં ભાઠા સામાનનું મટીરીયલ વાપરી કામમાં વેઠ ઉતારી છે. આ વિસ્તારના લોકોની માંગ છેકે કામગીરી ની જિલ્લા વિકાસ અધિકારી કે જિલ્લા કલેકટર જેવાં ઉચ્ચ અધિકારીઓ તળિયા ઝાટક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે અને જવાબદાર કર્મચારી તથા ઇજારદાર સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી આશા રાખી રહ્યા છે.
2,520 1 minute read